મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં બેંગલ દુર્ગા પુજા ગ્રુપ કમીટી દ્વારા નારી શકિત દુર્ગા થીમ ઉપર દુર્ગા પુજાનું આયોજન કરાયું


SHARE







મોરબીમાં બેંગલ દુર્ગા પુજા ગ્રુપ કમીટી દ્વારા નારી શકિત દુર્ગા થીમ ઉપર દુર્ગા પુજાનું આયોજન કરાયું

મોરબી માં નવરાત્રીના છઠ્ઠા દિવસથી નારી શકિતના તહેવારને મહોત્સવ તરીકે ઉજવવાના અને હર એક નારીની અંદર રહેલી શકિતને ઓળખવા માટે નારી શકિત દુર્ગાના વિષયને ખરા અર્થમાં સાર્થક કરતું દેવી દુર્ગાના વિરાટ અને શકિત સ્વરૂપના દર્શન અને પુજા અર્ચનનો અનેરો મહોત્સવ એટલે કે દુર્ગા પુજા મહોત્સવનું છેલ્લા સાત વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય અને જાજરમાન આયોજન કરવામાં આવેલ છે.

નારી શકિતના મહાન ઉત્સવ સમાન દુર્ગા પુજાનો મુળસાર એ છે કે હર એક નારીની અંદર એક ખાસ શક્તિ રહેલી છે એ શકિત ને જાણવાનો અને તેનો અહેસાસ કરવાનો અને યોગ્ય સમય પર તેનો ઉપયોગ કરવાનોબુરાઈના પ્રતિક સમા મહીસાસુરને મારવાનો અને બુરાઈ ઉપર અચ્છાઈ અન્યાય ઉપર ન્યાય અને અસત્ય ઉપર સત્યનો વિજય નિશ્ચીત છે દુર્ગાપુજામાં બલબધ્ધીજ્ઞાનસમજવિવેકન્યાયસત્ય અને જીવનના ઉચ્ચધ્યેયનો મહા સંગમ છે પાંચ દિવસ ચાલતા આ મહોત્સવમાં મહિસાસુર મર્દીની માં દુર્ગાના વિરાટ રૂપના દર્શન,સૌમ્ય દેવી સરસ્વતીના,સમુધ્ધી અને યશના દેવી લક્ષ્મીના,વિધ્યા અને બુધ્ધીના સ્વામી ગણેશજીના,શૌર્ય અને બલના સ્વામી કાર્તિકેયજીની પુજા સ્તૂતી અને આરતી અને તમામ સંસ્કૃતીક કાર્યક્રમોનો મહા સંગમ છે મોરબીના લખધીરવાસ ચોકમાં તા.૨૦ થી ૨૪ ઓકટોમ્બર સુધી ૫ દિવસ બેંગલ દુર્ગાપુજા ગ્રુપ કમીટી દ્વારા સાતમાં વર્ષે દુર્ગાપુજા મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે આ દુર્ગા પુજાનો અમુલ્ય લાભ લેવા માટે મોરબીની જનતાને આયોજકોએ આમંત્રણ આપેલ છે






Latest News