મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

હરિયાણામાં રમાતી ઓલ ઈન્ડિયા અંડર ૧૫ ચેમ્પિયન ટ્રોફીમાં મોરબીના અંશ-રાજવીરસિંહનું શાનદાર પ્રદર્શન


SHARE







હરિયાણામાં રમાતી ઓલ ઈન્ડિયા અંડર ૧૫ ચેમ્પિયન ટ્રોફીમાં મોરબીના અંશ-રાજવીરસિંહનું શાનદાર પ્રદર્શન

મોરબીના અંશે શાનદાર પ્રદર્શન કરીને સૌરાષ્ટ્ર ઈગલને સેમીફાઈનલમાં પહોંચાડી હતી. સૌરાષ્ટ્ર ઇગલ્સ ટીમે ઉત્તર પ્રદેશને ૩૫ રને હરાવીને હરિયાણાના DPS પાનીપત શહેરમાં રમાઈ રહેલી ઓલ ઈન્ડિયા અંડર ૧૫ ચેમ્પિયન ટ્રોફીની સેમિફાઈનલમાં જગ્યા બનાવી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા સૌરાષ્ટ્રની ટીમે ૧૦૨ રન બનાવ્યા હતા જેમાં અંશ ભાકરે સૌથી વધુ ૩૦ રન બનાવ્યા હતા. અને માત્ર એક નાનકડો ટાર્ગેટ બચાવવા આવતા સૌરાષ્ટ્રની ટીમના શાનદાર બોલરોએ ઉત્તર પ્રદેશની ટીમને શરણાગતિ સ્વીકારવા મજબૂર કરી દીધી હતી અને ઉત્તર પ્રદેશની આખી ટીમ ૬૭ રન બનાવીને ૩૫ રનથી મેચ હારી ગઈ હતી. આ મેચમાં અંશ ભાકરે શાનદાર પ્રદર્શન કરી પોતાની ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને ૩૦ રન બનાવવા ઉપરાંત ૪ મહત્વની વિકેટ પણ લીધી હતી. આ ઉપરાંત રાજવીરસિંહ જાડેજાએ ત્રણ મહત્વની વિકેટ ઝડપી હતી. હવે આ ટીમ પંજાબ સામે પ્રથમ સેમીફાઈનલ રમશે.






Latest News