મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસેથી ચાર બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ


SHARE











મોરબીના લાલપર પાસેથી ચાર બોટલ દારૂ સાથે એક શખ્સની ધરપકડ

મોરબીના લાલપર ગામની સીમમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી ૪ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૨૦૮૦ નો દારૂ કબજે કરીને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના લાલપર ગામની સીમમાં આવેલ દેવ ડેકોરેશનની સામે જાહેરમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ચાર બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૦૮૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી ગોપાલ વિનુભાઈ સીતાપરા જાતે કોળી રહે. લાલપર નવદીપ સ્કૂલ પાસે મોરબી મૂળ રહે. લિંબાળા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની ચાર બોટલો તે કોની પાસેથી લઈને આવ્યો હતો તે દિશામાં હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.એચ. પટેલ આગળની તપાસ ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ભક્તિનગર સર્કલ પાસે ઓવરબ્રિજ નીચેના ભાગમાં કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેએ લેતા રાહુલ ચોબે (૨૫) રહે. સીરામીક સીટી લાલપર પાસે મોરબી વાળાને ઇજાઓ થઈ હતી જેથી કરીને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવની વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે

ઝેરી દવા પીધી

મોરબીના લાતી પ્લોટ શેરી નં-૪ માં રહેતા હીનાબેન રિયાઝભાઈ પાયક (૨૪) નામની મહિલા કોઈ કારણોસર ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીના સનાળા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે આ બનાવની આગળની વધુ તપાસ એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા છે






Latest News