મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરીને રોકડ-દાગીના પડાવનાર શખ્સ જેલ હવાલે


SHARE







મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરીને રોકડ-દાગીના પડાવનાર શખ્સ જેલ હવાલે

મોરબી ઇન્સ્ટાગ્રામથી સગીરાના સંપર્કમાં આવીને તે સગીરાની સાથે મિત્રતા કેળવીને સગીરાનો મોબાઈલ નંબર લઈ લેવામાં આવ્યો હતો અને બાદમાં તેને ધમકી આપીને તેને વીડિયો કોલ નગ્ન કરીને તે વિડીયો કોલ સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધો હતો જેના આધારે સગીરાને બ્લેક મેલ કરવામાં આવી હતી આ ગુનામાં આરોપીના રિમાન્ડ પૂરા થતાં તેને જેલ હવાલે કરવામાં આવેલ છે અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

સોશ્યલ મીડિયાના વધતાં ક્રેઝ વચ્ચે ઘણી વખત બાળકોના માતા-પિતા અને પરિવારજનોને વિચાર કરતાં કરી દે તેવી ઘટના બને છે આવી જ ઘટના મોરબીમાં બની છે જેમાં મોરબીમાં રહેતી સગીરાને ઇન્સ્ટાગ્રામથી ફ્રેન્ડ રિકવેસ્ટ બીજી અજાણી સગીરાએ મોકલવી હતી અને તેની સાથે મિત્રતા કેળવ્યા બાદ તેને આ સગીરાનો મોબાઈલ નંબર મેળવીને કિશન રમેશભાઈ પટેલ રહે. મોચી શેરી ગ્રીનચોક મોરબી વાળાએ આપ્યો હતો અને તે શખ્સે સગીરાની સાથે મિત્રતા કરીને તે સગીરાને ગ્રીન ચોક નજીક આવેલ સાઈબાબાના મંદિરે બોલાવી હતી ત્યાં બળજબરીથી સગીરાની સાથે સેલ્ફી ફોટો પડ્યા હતા અને બાદમાં તે સગીરા પાસે અભદ્ર માંગણી કરી હતી આટલું જ નહીં આ શખ્સે સગીરાને વિડીયો કોલ કરીને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી હતી અને બળજબરીથી તેને નગ્ન થવા માટે મજબૂર કરી હતી અને ત્યારે મોબાઈલ ફોનમાં વિડીયો કોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી લીધૂ હતું જેના આધારે સગીરાને બ્લેકમેલ કરી હતી 

આ સગીરા પાસેથી સમયાંતરે ૭૦ હજાર રૂપિયા પડાવ્યા હતા તેમજ સોનાની એક જોડી બુટ્ટી તથા ઓપો કંપનીનો એક મોબાઇલ ફોન પડાવ્યો હતો આ બનાવમાં સગીરાની માતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કિશન રમેશભાઈ પટેલ સહિત બે વ્યક્તિની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે સગીરાને બ્લેકમેલ કરનારા કિશન રમેશભાઈ પટેલને પકડીને રિમાન્ડ ઉપર લીધો હતો અને તેને રિમાન્ડ પૂરા થતાં હાલમાં આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે તેમજ આ ગુનામાં તેની સાથે જ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરીની સામે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે તેવું ડીવાયએસપી પી.એ. ઝાલાએ જણાવ્યુ છે

વર્તમાન સમયમાં સંતાનોને સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવા દેવો જોઈએ પરંતુ તે સોશ્યલ મીડિયાથી કોના સંપર્કમાં છે તે જોવાની પણ વાલીઓને જરૂર છે કેમ કે, સોશ્યલ મીડિયા વર્તમાન સમયમાં વરદાન સમાન છે જો તેનો સદુપયોગ કરવામાં આવે તો નહીં તો તે જ સોશ્યલ મીડિયા અભિશાપ બની જાય તેમ છે જેનો તાજો દાખલો મોરબીમાં સગીરા સાથે જોવા મળ્યો છે ત્યારે આમથી સોશ્યલ મીડિયાનો વધુમાં વધુ ઉપયોગ કરતાં બાળકોના વાલીઓ કોઈ બોધ લેશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે






Latest News