હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના કંડલા બાયપાસ ઉપર રોડ ઉપરના ખાડાના લીધે બાઈકમાંથી પડી જતા મહિલા સારવારમાં


SHARE







મોરબીના કંડલા બાયપાસ ઉપર રોડ ઉપરના ખાડાના લીધે બાઈકમાંથી પડી જતા મહિલા સારવારમાં

મોરબી-કંડલા બાયપાસ ઉપર આવેલ સોસાયટી નજીક રોડ ઉપર ખાડાના લીધે બાઇક સ્લીપ મારી ગયું હતું અને તે બનાવમાં બાઇકમાં બેઠલ મહિલાને ઈજા થતાં અત્રે ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા છે.

મોરબી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ રાફડાની વાડી વિસ્તારમાં રહેતા વર્ષાબેન શામજીભાઈ ચાવડા નામની ૩૫ વર્ષીય મહિલાને વાહન અકસ્માતમાં ઇજા થવાથી ખાનગી હોસ્પિટલમાં સારવારમાં લઈ જવામાં આવ્યા હતા.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે વર્ષાબેન ચાવડા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે કંડલા બાઇપાસ ઉપર ધર્મસૃષ્ટિ સોસાયટી નજીક રોડ ઉપરના ખાડાના લીધે બાઇક સ્લીપ થઈ જવાનો બનાવ બન્યો હતો.જેમાં તેઓ બાઈક સહિત નીચે પડી જતા ઇજા પામતા તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે આ બાબતે હોસ્પિટલ ખાતેથી જાણ થતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

રાજકોટ ખસેડાયા

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા શક્તિનગર વિસ્તારમાં વિજયભાઈની વાડીએ રહેતા પરિવારની રૂચીબેન રાજુભાઈને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અહીં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેઓને રાજકોટ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઇ ફુલતરીયાએ ઉપરોક્ત બનાવ બાબતે આગળની વધુ તપાસ માટે હળવદ પોલીસમાં જાણ કરી હોવાનું જાણવા મળેલ છે.

ઈજા થતા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ઉમિયા પાર્ક વિસ્તારમાં રહેતા સુમિત રાજેન્દ્રપ્રસાદ શાહ નામના ૨૪ વર્ષીય યુવાનને ઘરે મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે તપાસ કરી હતી જેમાં સામે આવ્યું હતું કે પતિ-પત્ની વચ્ચે થયેલ ઝઘડામાં થયેલ મારામારીમાં ઇજા પહોંચી હોય સુમિત શાહને સારવારમાં લઇ જવાયો હતો.

મારામારીમાં ઈજા

મોરબીના લખધીરપુર રોડ નજીક આવેલ મેલડી માતાના મંદિર પાસે રહેતા ચતુરભાઈ બચુભાઈ પાટડીયા નામના ૪૫ વર્ષીય યુવાનને તેના ઘર નજીક મારામારીના બનાવમાં ઇજા થતા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જે અંગે જાણ કરવામાં આવેલ હોય બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને મારામારીના કારણ બાબતે આગળની તપાસ શરૂ કરાયેલ છે.






Latest News