મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના ભામાશા સ્વ. ઓ.આર.પટેલની પુણ્યતિથિએ ૨૦ સ્થળે યોજાશે મેગા બ્લડ ડોનેશન કેમ્પ


SHARE







મોરબીના ભામાશા સ્વ. ઓ.આર.પટેલની પુણ્યતિથિએ ૨૦ સ્થળે યોજાશે મેગા બ્લડ ડોનેશન કેમ્પ

મોરબી જ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અને ગુજરાત બહાર પણ અનેક સ્ન્સ્થઓમાં છૂટા હાથે દાન આપનારા પાટીદાર ભામાશા સ્વ. ઓ.આર પટેલની ૧૧ મી પુણ્યતિથિ નિમિતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને એક કે બે નહીં પરંતુ એકી સાથે ૨૦ થી વધુ જગ્યાએ કેમ્પ યોજવામાં આવશે જેમાં અંદાજે ૭૦૦૦ થી વધુ રક્તની બોટલો એકત્રિત કરશે અને આમ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજીને તેઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે

પાટીદાર ભામાશા સ્વ. ઓ.આર. પટેલે અજંતા કલોક થકી મોરબીનું નામ વિશ્વના ફલક ઉપર ગુંજતું કર્યું છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી અને સૌથી મોટી વાત એ છે કે તેઓએ કારખાનામાં બહેનોને કામે રાખીને મહિલાને રોજગારી પૂરી પાડવા માટેનું ઉત્તમ કામ કર્યું છે જેની રાજ્યના તાત્કાલિક મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ નોંધ લીધી હતી ત્યારે મહિલાઓને સ્વનિર્ભર બનાવી, કન્યા કેળવણી, પાણીનો  સંગ્રહ કરવા સહિતના જુદાજુદા ક્ષેત્રમાં ખૂબ જ મોટું યોગદાન આપનારા સ્વ. ઓ.આર.પટેલની તા.૧૮ ના રોજ ૧૧ મી પુણ્યતિથિ છે ત્યારે તેમની વિચારધારાને અનુસરીને મેગા બ્લડ ડોનેશન કેમ્પ થકી તેમને શ્રદ્ધાંજલિ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે

પાટીદાર સમાજના આગેવાન બેચરભાઈ હોથી, એ.કે. પટેલ, મનુભાઈ કૈલા, ત્રંબકભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ, વિનોદભાઈ ભાડજાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતું કે, મોરબી જિલ્લા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા ઓ.આર.પટેલની ૧૧ મી પુણ્યતિથિએ શનાળા ગામે પટેલ સમાજની વાડી ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત ૨૦ થી વધુ સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. જેમાં અંદાજે ૭૦૦૦ કરતાં વધુ બ્લડની બોટલો એકત્રિત થશે તેવો હાલમાં લક્ષયાંક છે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તની બોટલો એકત્રિત કરશે તેમાંથી વધુમાં વધુ સરકારી હોસ્પિટલોને આપવામાં આવશે ત્યારે મોરબી સહિત જ્યાં પણ કેમ્પ યોજાશે તેમાં દરેક જ્ઞાતિ  સમાજના લોકોને રક્તદાન કરવા આયોજકોએ અપીલ કરી છે






Latest News