મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ટ્રક-બાઇક વચ્ચે અકસ્માતમાં છ વર્ષની બાળકીનું મોત


SHARE







મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ટ્રક-બાઇક વચ્ચે અકસ્માતમાં છ વર્ષની બાળકીનું મોત

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રક ચાલકે તે બાઇકને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં બાઇકમાં બેઠેલ છ વર્ષની બાળકીને ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્ત બાળકીનું મોત નીપજયું હતું.

 બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા ગીરીશભાઈ રમેશભાઈ રાઠોડ તેઓની દીકરી વૈશાલી ગીરીશભાઈ રાઠોડ (ઉમર ૬) ને પોતાના બાઈકમાં પાછળના ભાગે બેસાડીને મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ અકસ્માતના બનાવમાં વૈશાલી રાઠોડને ગંભીર ઇજા થયેલ હોવાથી તેણીનું મોત નીપજયું હતું.

રિક્ષા પલ્ટી જતા ઇજા

મોરબીના જેતપર ઉપર પાવળીયારી પાસે રીક્ષા પલ્ટી મારી ગઈ હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અકસ્માતના બનાવમાં રિક્ષામાં બેઠેલ સામુબેન મગનભાઈ પરમાર (૪૨) નામના મકાનસર ગામે રહેતા મહિલાને ઇજાઓ થઈ હતી જેથી મહિલાને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ વી.એસ.ડાંગર ચલાવી રહ્યા છે.

 અકસ્માતમાં ઇજા

મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા મુકેશભાઈ મનહરભાઈ જોબનપુત્રા (૪૧) મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામ પાસેથી પોતાનુ બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક અકસ્માતે સ્લીપ થઈ ગયું હતું જેથી મુકેશભાઈ જોબનપુત્રાને ઇજા થઈ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ સ્ચેશનના જશપીલસિંહે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News