મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે બોની પાર્કમાં એપાર્ટમેન્ટના ધાબા ઉપર પડી જતાં ઇજા પામેલા વૃદ્ધનું મોત


SHARE











મોરબીના રવાપર ગામે બોની પાર્કમાં એપાર્ટમેન્ટના ધાબા ઉપર પડી જતાં ઇજા પામેલા વૃદ્ધનું મોત 

મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ બોની પાર્કમાં સત્યમ એપાર્ટમેન્ટના ધાબા ઉપર પડી જવાથી વૃદ્ધ બેભાન થઈ ગયા હતા અને તેને બેભાન હાલતમાં મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા જેથી આ બનાવની મૃતકના દીકરાએ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

 બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના રવાપર ગામે આવેલ બોની પાર્કમાં સત્યમ એપાર્ટમેન્ટમાં રહેતા ગોરધનભાઈ લાલજીભાઈ સરડવા જાતે પટેલ (૬૫) એપાર્ટમેન્ટના ધાબા ઉપર કોઈ કારણોસર પડી ગયા હતા જેથી કરીને તેઓને બેભાન હાલતમાં ૧૦૮ મારફતે મોરબી શહેરના સનાળા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેઓને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને તેને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ અકસ્માત મૃત્યુના આ બનાવની મૃતકના દીકરા વિપુલભાઈ ગોરધનભાઈ સરડવા રહે. બોનીપાર્ક સત્યમ એપાર્ટમેન્ટ વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનવાની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ વિપુલભાઈ ફૂલતરિયા દ્વારા કરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા

મોરબીના ભડીયાદ કાંટા પાસે આવેલ વિદ્યાનગર સોસાયટીમાં રહેતા ભાવનાબેન સુરેશભાઈ દેગામા (૩૭) અને તેજલબેન મોહનભાઈ પરમાર (૨૭) રિક્ષામાં બેસીને મોરબીના પીપળી રોડ ઉપર પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી કરીને બંને મહિલાઓને ઇજા થઇ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

 અકસ્માતમાં ઇજા

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગરમાં રહેતા કાંતિભાઈ મોહનભાઈ સાણંદિયા (૪૭) નામનો યુવાન મોરબીના ગાળા ગામ નજીકથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે શ્રીજી હાર્ડવેર સામેના ભાગમાં કોઈ અજાણી કારમાં ચાલકે તેની સાઈડ કાપવા જતા બાઈકને ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને અકસ્માતમાં બનાવમાં કાંતિભાઈને ડાબા હાથની આંગળીઓમાં ફ્રેકચર જેવી ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે.






Latest News