મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામે મહિલા પાસેથી બાંધકામમાં ઉપયોગી માલ ભાડે લીધા બાદ ૨.૨૦ લાખની  છેતરીપિંડી


SHARE







મોરબીના ઘૂટું ગામે મહિલા પાસેથી બાંધકામમાં ઉપયોગી માલ ભાડે લીધા બાદ ૨.૨૦ લાખની  છેતરીપિંડી

મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા મહિલા પાસેથી ખોટું નામ ધારણ કરીને બાંધકામ માટે લોખંડના ફરમાં, લાકડાના ટેકા, માલ બનાવવા માટેનું મિક્સચર મશીન વિગેરે માલ ભાડે લેવામાં આવ્યો હતો જો કે, માલ લઈ ગયા પછી માલ પરત આપ્યો નથી તેમજ ભાડા પેટેના ૨૫,૦૦૦ પણ આપેલ નથી. આમ મહિલાની સાથે કુલ મળીને ૨,૨૦,૫૦૦ રૂપિયાની વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી હોય ભોગ બનેલ મહિલા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના ઘૂટું ગામે આંબેડકરનગરમાં રહેતા અરુણાબેન નારણભાઈ ચૌહાણ જાતે અનુ. જાતિ (૩૫) એ હાલમાં મોરબીના મકરાણીવાસ જેલ ચોક પાસે રહેતા ઇદ્રીશભાઈ નામના શખ્સ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપીએ પોતાનું ખોટું નામ રમેશભાઈ પટેલ ધારણ કર્યું હતું અને ફરિયાદીના રહેણાંક મકાન તથા ઘુટુ રામકો વિલેજ સોસાયટી ખાતેથી બાંધકામ કરવા માટે લોખંડના ૨૨૧ ફરમા, લાકડાની ૨૯ વાલ પ્લેટ, લાકડાના ૭૧ ટેકા, સિમેન્ટ કોંક્રેટનો માલ બનાવવાનું મિક્સચર મશીન જે તમામ મુદ્દામાલ મળીને ૧,૯૫,૫૦૦ નો માલ મહિનાના ૩૦ હજાર ભાડા લેખે લઈ ગયા બાદ તે માલ પરત આપેલ નથી અને ભાડા પેટેના ૨૫,૦૦૦ પણ આપેલ નથી જેથી કરીને ભોગ બનેલ મહિલા સાથે કુલ મળીને ૨,૨૦,૫૦૦ ની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાથી હાલમાં ભોગ બનેલ મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી ઇદ્રીશભાઈને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે

દેશીઓ દારૂ
મોરબી શહેરના વિસ્તારમાં નિર્મલ જ્યોત પેટ્રોલ પંપ સામે મેઇન રોડ ઉપરથી સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ યુ ૧૯૫૫ પસાર થઈ રહી હતી જે રિક્ષાને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે રિક્ષામાંથી ૨૪૦ લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે ૪૮૦૦ ની કિંમતનો દારૂ તથા ૬૦ હજાર રૂપિયાની કિંમતની રીક્ષા આમ કુલ મળીને ૬૪,૮૦૦ નો મુદ્દા માલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી વિરમભાઈ ગાંડુભાઈ ટોટા જાતે ભરવાડ (૩૪) રહે. હસનપર વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી રૂપાબેન ડાયાભાઈ અદગામ રહે. ત્રાજપર અવેળા પાસે મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News