મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

ટંકારાના હરીપર નજીક અકસ્માત સર્જીને વૃદ્ધનું મોત નિપજાવનારા કાર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







ટંકારાના હરીપર નજીક અકસ્માત સર્જીને વૃદ્ધનું મોત નિપજાવનારા કાર ચાલક સામે ગુનો નોંધાયો

રાજકોટ હાઇવે ઉપર હરીપર પાસે વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં વૃદ્ધ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પૂરપાટ જતી કારના ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માતમાં વૃદ્ધને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતકના દીકરાએ હાલમાં કાર ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના હરીપર ભુતકોટડા ગામના વતની અને જમીન વિકાસ બેંકના નિવૃત્ત કર્મચારી પરસોતમભાઈ ઉમિયાશંકરભાઈ દવે (૮૯) રહે. હરીપર ભુતકોટડા વાળા તા. ૧૧ ના રોજ બપોરના ૧૨ વાગ્યાના અરસામાં મોરબી રાજકોટ હાઇવે ઉપર ટંકારાના હરીપર પાસે આવેલા એચપીના પેટ્રોલ પંપ પાસેથી જતા હતા અને ત્યારે તેઓને કારના ચાલકે હડફેટે લેતા વૃદ્ધને ઇજા થયેલ હતી જેથી તેને મોરબી ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત નીપજયું હતું ત્યાર બાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડાએ કરી હતી અને આ બનાવ ટંકારા પોલીસની હદનો હોવાની ત્યાં જાણ કરવામાં આવી હતી અને હાલમાં આ બનાવમાં મૃતકના દીકરા જયેશભાઇ પરસોતમભાઇ દવે (૬૧) રહે. હાલ સુર્યર્કિતી નગર શેરી નં.૨ રૂષભની પાછળ સામાકાઠે મોરબી વાળાએ કાર નંબર જીજે ૩૬ આર ૪૪૩૭ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News