મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલા-ભાજપની ટીમે મચ્છુ-૧ ડેમમાં નવા નીરના વધામણાં કર્યા


SHARE







વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલા-ભાજપની ટીમે મચ્છુ-૧ ડેમમાં નવા નીરના વધામણાં કર્યા

વાંકાનેરની જીવનદાત્રી મચ્છુ નદી પર આઝાદી સમયે વાંકાનેર સ્ટેટ અમરસિંહ બાપૂ દ્વારા મચ્છુ -ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને પુર, ભૂકંપ જેવી ઘણી બધી કુદરતી આફતો આવી છતાં આ ડેમ આજે પણ અડીખમ ઉભો છે અને આ ડેમની આરએલ સપાટી ૧૩૫.૩૩મી પોઇન્ટ ૩૩મી અને ૪૪૪ ફૂટની છે જેની ઉંડાઇ ૪૯ ફૂટ અને જળ સપાટીનો જથ્થો ૬૮.૯૫૧ છે  આ ડેમ ઓવરફ્લો થતાં વાંકાનેરના વર્તમાન મહારાણા કેસરીદેવસિંહ ઝાલા સહિતના ભાજપના આગેવાનો દ્વારા નવા નીરના વધામણાં કરવામાં આવ્યા હતા

વાંકાનેરના મહારાણા કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યુ હતું કે, આ ડેમના બાંધકામ વખતે જે પથ્થરો ઉપયોગમાં લેવાતા તે પથ્થરો રાત્રે પાણીમાં પલાળવા મુકતા રાત્રે વજન કરી પછી પલાળીયા બાદ વજનકરે અને તે વજનમાં જો ફેર જણાય તો તે પથ્થર રિજેક્ટ કરતા આટલી ચોકસાઈથી ડેમ બનાવવામાં આવેલ છે આ ડેમ તા ૨૯ ના રોજ સાંજે ૬:૧૮ મિનિટે ઓવરફ્લો થયો હતો જેથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને વાંકાનેર સ્ટેટ કેસરીદેવસિંહજી ઝાલા સહિતના ૨૦૦ જેટલા કાર્યકરો મચ્છુ-૧ ડેમે પહોચ્યા હતા અને ડેમમાં આવેલા નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા ત્યારે કેસરીદેવસિહના હસ્તે નાળિયેર ચુંદડી, પડો અને પુષ્પો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી મચ્છુના નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા આ તકે વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ પરેશભાઇ મઢવી, તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલભાઈ અણીયારી સહિતના હાજર રહ્યા હતા અને ત્યથી બધા જ હોલમાતાજીના દર્શન કરીને લોકોના હિત માટે પ્રાર્થના કરી હત






Latest News