મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદના માર્કેટયાર્ડ સામે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને હડફેટે લઇને મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ફરીયાદ


SHARE







હળવદના માર્કેટયાર્ડ સામે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને હડફેટે લઇને મોત નિપજાવનાર અજાણ્યા વાહન ચાલક સામે ફરીયાદ

હળવદ ધાંગધ્રા હાઈવે ઉપર આવેલ માર્કેટયાર્ડ સામેના ભાગમાં રોડ ક્રોસ કરી રહેલા યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધો હતો જેથી કરીને તેને માથા અને શરીરે ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નિપજ્યુ હતુ હાલમાં મૃતક યુવાનના પત્ની દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહનચાલક સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનાઓ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ એમપીના જાંબુઆ જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના વેગડવાવ ગામની સીમમાં જગાભાઈ પસવાભાઇની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા અનિતાબેન રાજુભાઈ ભુરીયા જાતે આદિવાસી (૨૮)એ અજાણ્યા વાહન ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યુ છે કે હળવદ ધાંગધ્રા હાઇવે ઉપર આવેલ માર્કેટયાર્ડ સામેથી તેઓના પતિ રાજુભાઈ ભુરીયા ચાલીને પગપાળા રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમના પતિને હડફેટે લીધા હતા જેથી કરીને તેને માથા અને શરીરે ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળથી નાસી ગયેલ છે આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનની પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવી શરૂ કરી છે






Latest News