મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદમાં તરૂણને કામ રાખનારા કારખાનેદાર સામે ગુનો નોંધાયો


SHARE







હળવદમાં તરૂણને કામ રાખનારા કારખાનેદાર સામે ગુનો નોંધાયો

હળવદ જીઆઈડીસીમાં આવેલ મીઠાના કારખાનામાં બાળ શ્રમિકો-તરુણને કામ રાખવામા આવતા હોવાની માહિતી મળી હતી જેના આધારે મોરબી મદદનીશ શ્રમ આયુક્ત કચેરીની ટીમ દ્વારા બાલાજી ફુડ કેમ ફેકટરીમાં ચેક કરવામાં આવ્યું હતું ત્યારે તરુણ શ્રમિક મળી આવતા તેને મુક્ત કરાવી ફેક્ટરીના સંચાલક સામે હળવદમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી મદદનીશ શ્રમ આયુક્ત કચેરીની ટીમ દ્વારા ગઇકાલે હળવદ જીઆઈડીસીમાં આવી હતી ત્યારે બાલાજી ફુડ કેમ ફેકટરીમાં ચેક કરવામાં આવતા મહિને દસ હજારના પગારથી કામે રાખવામાં આવેલ એક તરૂણ મળી આવ્યો હતો જેથી તેને મજૂરી માંથી મુક્ત કરાવ્યો હતો અને શ્રમ અધિકારી ડો. ડી.આર.કાનાણી દ્વારા ફેકટરીના સંચાલક પ્રનિત લલીત અગ્રવાલ સામે હળવદ પોલીસ સ્ટેશને બાળ અને તરૂણ કામદાર પ્રતિબંધ અને નિયમન મુજબ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના વાવડી રોડ ઉપર આવેલા બાવળીયા પીરની દરગાહ નજીક કેજીએન પાર્ક વિસ્તારમાં રહેતા સુગરાબેન ઉમરભાઈ પઠાણ નામની મહિલાને તેના ઘરે કોઈ કારણોસર પતિએ માર માર્યો હતો.જેથી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી અને બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ આ બાબતે તપાસ કરી હતી.જ્યારે મોરબીના લીલાપર રોડ ઉપર રહેતા વિપુલભાઇ શિવલાલ ભાલોડીયા નામના ૫૫ વર્ષના આધેડ રામકો બંગલો પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઈજા પામતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.  






Latest News