મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

ટંકારાની લતીપર ચોકડી પાસે એસટી ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન સારવાર


SHARE











ટંકારાની લતીપર ચોકડી પાસે એસટી ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન સારવાર

ટંકારાની લતીપર ચોકડી નજીક આવેલા ઓવરબ્રિજ નિચે બાઈકને એસટી બસના ચાલકે ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમા ટંકારાના ગ્રામ્ય વિસ્તારનો યુવાન ઈજાગ્રસ્ત થયા ૧૦૮ મારફત સારવાર અર્થે ખસેડાયો હતો.અકસ્માત બાદ એસટી ડાઈવર નાસી છુટયો હતો.લોકોના ટોળા ઉમટી પડ્યા હતા જોકે આ બાબતે પોલીસ દ્રારા આગળની તજવીજ શરૂ કરાઇ હોવાનું જાણવા મળેલ છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના વીસીપરામાં આવેલા વિસ્તારમાં રહેતા અજય શિવાભાઈ સારેશા નામના ૨૫ વર્ષના યુવાનને તેના રહેણાંક વિસ્તાર પાસે આવેલ આંબેડકર ચોકમાં મારામારીના બનાવમાં ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે સિવિલે લઈ જવાયો હતો અને બનાવની જાણ થતા બીટ વિસ્તારના જમાદાર વશરામભાઈ મેતા દ્વારા નોંધ કરીને તપાસ હાથ ધરવામાં આવી હતી.

દાઝી જતા સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવરડીયાળી નજીક ઉમિયા મિનરલ નામના યુનિટ પાસે રહીને ત્યાં મજૂરી કામ કરતા બ્રિજેશ રામરત્ન વિશ્વકર્મા નામના ૨૬ વર્ષના યુવાનને ભઠ્ઠીની વરાળમાં હાથ, પીઠ, ગરદન અને બંને કાનના વાગે દાજી જતા સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલે લઈ જવાયો હતો અને ત્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ અંગે તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના વી.એસ.ડાંગરે તપાસ કરી હતી.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા જય અશોકભાઈ ડાભી નામના ૧૪ વર્ષના સગીરને વાહન અકસ્માતમાં ઈજા તથા અત્રે ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો.તાલુકા પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તે બાઈકમાં બેસીને જતો હતો ત્યારે તેઓનું બાઈક રોડ ઉપર ભેંસની સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં તેને ઇજાઓ પહોંચી હતી.જ્યારે મોરબી નજીક શનાળા ગામે રહેતા કૈલાસબેન ગટુભાઈ વાઘેલા નામની ૩૦ વર્ષની મહિલાને મોરબીના રાજકોટ હાઇવે ઉપર શનાળા ગામ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા જે અંગે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પહોંચીને તપાસ કરી હતી તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.






Latest News