મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાંથી માતાના મઢ જતાં સાત પૈકીનાં ત્રણ પદયાત્રીને ડમ્પર ચાલકે હડફેટે લીધા: માથું કચડાઈ જતાં એકનું મોત


SHARE







મોરબી જિલ્લામાંથી માતાના મઢ જતાં સાત પૈકીનાં ત્રણ પદયાત્રીને ડમ્પર ચાલકે હડફેટે લીધા: માથું કચડાઈ જતાં એકનું મોત

વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામ અને રાતડીયા ગામેથી સાત વ્યક્તિઓ માતાના મઢ ખાતે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા અને ત્યારે માળિયા મિયાણા તાલુકામાં હરીપર પાસે દેવ સોલ્ટ નજીક રસ્ત ઉપર ત્રણ પદયાત્રીઓને ડમ્પરના ચાલકે હડફેએ લીધા હતા અને તે પૈકીના એક વ્યક્તિને માથામાં અને શરીરને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અન્ય બે વ્યક્તિઓને ઇજા થઈ હોવાથી માળિયા મીયાણાની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પરના ચાલક સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામે રહેતા મહેશભાઈ ધીરુભાઈ ઘણાદીયા જાતે કોળી (૨૩)એ હાલમાં ડમ્પર નંબર જીજે ૧૦ ટી ૧૪૫૯ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, તેઓ પોતાના ગામથી સંજયભાઈ સાથે માતાના મઢ જવા માટે રવાના થયા હતા અને રાતડીયા ગામેથી તેના માસીનો દીકરો કિશનમેર, તેના ગામના જેરામભાઈ મેર, ગોરધનભાઈ ડાભી, વિજયભાઈ મેર અને પ્રકાશભાઈ તેઓની સાથે માતાના મઢ પગપાળા ચાલીને જવા માટે થઈને રવાના થયા હતા અને માતાના મઢ જતા સમયે તેઓ બધા માળીયા મીયાણા તાલુકાના હરીપર ગામ પાસે દેવ સોલ્ટ નજીકથી ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે ફરિયાદી અને સંજયભાઈ બંને પાછળ ચાલતા હતા અને ગોરધનભાઈ, જેરામભાઈ તથા પ્રકાશભાઈ તેઓની આગળ ચાલતા જતા હતા અને તેનાથી આગળના ભાગમાં કિશનભાઇ અને વિજયભાઈ ચાલીને જતા હતા દરમિયાન ડમ્પરના ચાલકે બેફિકરાઇથી પોતાનું ડમ્પર ચલાવીને પ્રકાશભાઈ, જેરામભાઈ અને ગોરધનભાઈને હડફેટ લીધા હતા જેથી કરીને તે ત્રણેયને ઇજા થઈ હતી જેમાં પ્રકાશભાઈ સવજીભાઇ સારદીયા (૨૨)ના માથા ઉપરથી ડમ્પરનું તોતિંગ વ્હીલ ફરી ગયું હતું જેથી કરીને માથું ચગદાઈ જવાના કારણે તેનો મોત નીપજયું હતું જો કે, ગોરધનભાઈ અને જેરામભાઈને ઇજાઓ થઈ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તે બંને સહિત ત્રણેયને તાત્કાલિક માળિયા મીયાણાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં પ્રકાશભાઈને જોઈ તપાસીને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની તેઓના પરિવારજનને જાણ કરવામાં આવતા પ્રકાશભાઈના પિતા સવજીભાઈ અને તેના પરિવારજનો ત્યાં આવ્યા હતા અને તેની ડેડબોડી તેને સોંપવામાં આવી હતી જોકે, આ બનાવ સંદર્ભે હાલમાં મહેશભાઈ ધણાદિયાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલકની સામે ગુનો નોંધી આરોપી રણછોડભાઇ પેમાભાઇ માવી (૩૦) રહે. તળવી ફળીયુ તાલુકો રાણાપુર જીલ્લો જાંબવા (એમ.પી) વાળાની ધરપકડ કરેલ છે અને આગળની તજવીજ શરૂ કરેલ છે






Latest News