મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા પંચાયતના કોંગ્રેસનાં ઉપનેતાને પદે ઉપરથી હટાવીને પક્ષમાથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ


SHARE







મોરબી જીલ્લા પંચાયતના કોંગ્રેસનાં ઉપનેતાને પદે ઉપરથી હટાવીને પક્ષમાથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ

મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી થોડા સમય પહેલા યોજાઇ હતી ત્યારે મોરબી જિલ્લા પંચાયતના કોગ્રેસના સભ્યએ હાજર ન રહેતા તેની સામે શિસ્તભંગના પગલાં લેવા તજવીજ શરૂ કરવામાં આવી હતી અને પ્રદેશ કોંગ્રેસે નોટિસ આપી હતી દરમ્યાન હાલમાં પ્રદેશ કોંગ્રેસ  સમિતિ દ્વારા પક્ષની સાથે દ્રોહ કરનારા કોંગ્રેસનાં ચૂંટાયેલા સભ્ય અને જિલ્લા પંચાયતના કોંગ્રેસનાં ઉપનેતાને પદ ઉપરથી હટાવ્યા છે અને તેને છ વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઇ હતી ત્યારે કોગ્રેસમાંથી ઉપપ્રમુખના ઉમેદવાર તરીકે મહેશભાઈ પારેજીયાને રાખવામા આવ્યા હતા ત્યારે કોગ્રેસ પક્ષના ઉપપ્રમુખના ઉમેદવારની તરફેણમાં મીટીંગમાં હાજર રહીને મતદાન કરવા સમયે હાજર ન રહીને વ્હીપ (આદેશ)ને અવગણવામાં આવ્યો હતો જેથી કરીને વાંકાનેર તાલુકાની મહીકા જિલ્લા પંચાયત સીટના કોગ્રેસ પક્ષના સભ્ય નવઘણ ડી. મેઘાણીની સામે કાર્યવાહી કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને જે તે સમયે જે ઘટના બની હતી તેની માહિતી જીલ્લા કોંગ્રેસ સમિતિ અને જીલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા તેમજ અન્ય આગેવાનોએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસને આપી હતી જેના આધારે હાલમાં તેને કોંગ્રેસ પક્ષના જીલ્લા પંચાયતના ઉપનેતા પદેથી દૂર કરવા આવેલ છે અને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવેલ છે

વધુમાં મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષના પ્રતિક ઉપર કોંગ્રેસે છેલ્લા ૩ ટર્મથી નવઘણભાઈ મેઘાણીને વાંકાનેરના જુદાજુદા વિસ્તારમાં જીલ્લા પંચાયતની ચૂંટણીમાં લડાવ્યા હતા. વાંકાનેર શહેર તાલુકાના દરેક સમાજના કોંગ્રેસનાં સેકડો કાર્યકર્તા અને આગેવાનોએ ચૂંટણી જિતાડવા માટે એડીચોટીનું જોર લગાવી ત્રણ ત્રણ વખત કોંગ્રેસનાં પ્રતિક ઉપર વિજેતા બનાવ્યા હતા. અને કોંગ્રેસ પક્ષે સહકારી માળખામાં તેના પુત્ર અશ્વિન મેઘાણીને વાંકાનેર માર્કેટયાર્ડની કરોડરજૂ સમાન વેપારી પેનલમાં પ્રતિનિધિત્વ બે ટર્મ આપ્યું છે તો પણ પક્ષને વફાદાર રહેવાને બદલે વાંકાનેર કુવાડવા વિધાનસભાની ચાલુ ચુંટણીમાં પુત્ર પ્રેમમાં પોતે કોંગ્રેસમાં રહીને પક્ષ સાથે દગો કરવાનું નક્કી કર્યું હતું અને પુત્રને ભાજપમાં પ્રવેશ અપાવ્યો હતો અને આજે મોરબી જીલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે તેનો દીકરો કાર્ય કરે છે અત્રે ઉલેખનીય છે કે, નવઘણભાઈએ કહ્યું હતું કે, કોંગેસ પક્ષ સાથે છું અને કોંગ્રેસમાં જ કામ કરીશ જો કે, કોંગ્રેસ પક્ષના જીલ્લા પંચાયત ઉપપ્રમુખના ઉમેદવાર મહેશભાઇના નામનો પક્ષ દ્વારા વ્હીપ આપવામાં આવ્યો ત્યારે બિમારીનું બહાનું કરીને તે બેઠકમાં ગેરહાજર રહ્યા હતા અને વ્હીપનો અનાદર કર્યો છે માટે આ કાર્યવાહી કરેલ છે






Latest News