મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં માનસ શ્રધ્દ્ધાંજલી રામકથામાં જે જપ-તપ થયું તે ઝુલતાપુલ દુર્ઘટનાના દિવંગતોને કૃષ્ણાર્પણ: મોરારીબાપુ


SHARE







મોરબીમાં માનસ શ્રધ્દ્ધાંજલી રામકથામાં જે જપ-તપ થયું તે ઝુલતાપુલ દુર્ઘટનાના દિવંગતોને કૃષ્ણાર્પણ: મોરારીબાપુ

મોરબીમાં જુલતા પુલના દિવંગતોના મોક્ષાર્થે મોરારીબાપુની રામકથા ચાલી રહી હતી જેની આજે પૂર્ણાહુતિ કરવામાં આવેલ છે અને છેલ્લા નવ દિવસ દરમિયાન હજારો લોકોએ રામકથાનું શ્રવણ કર્યું અને મહાપ્રસાદનો લાભ લીધો હતો અને ખાસ કરીને મોરારીબાપુએ વ્યાસપીઠ ઉપરથી કહ્યું હતું કે, કથા દરમિયાન જે જપ તપ થયું તે તમામ દિવંગત આત્માઓને તેઓ કૃષ્ણાર્પણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે

મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો ત્યારે ૧૩૫ લોકોના મોત નીપજયા હતા અને ત્યારબાદ મોરબીમાં કબીર ગામ ખાતે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરારીબાપુ પણ હાજર રહ્યા હતા અને તેઓએ આ દિવંગત આત્માઓના મોક્ષાર્થે મોરબીમાં રામકથા કરવાની જાહેરાત કરી હતી અને રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયાના મુખ્ય યજમાન પદે મોરબીના નાનીવાવડી ગામ પાસે આવેલ કબીરધામ સામેના ગ્રાઉન્ડમાં ગત તા. ૩૦/૯ થી રામકથા શરૂ થઈ હતી અને દરરોજ હજારોની સંખ્યામાં લોકો મોરારીબાપુના મુખેથી રામકથાનું શ્રવણ કરવા માટે આવતા હતા અને કથા સાંભળવા માટે થઈને આવતા લોકો માટે બન્ને ટાઈમ આયોજકો દ્વારા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આજે આ કથાનો છેલ્લો દિવસ હોય મોરારીબાપુએ ખાસ કરીને કથા દરમિયાન કહ્યું હતું કે ઝુલતા પુલ દુર્ઘટનાના દિવંગત વ્યક્તિ પૈકીના કોઈ એકના ઘરે તેઓ જશે અને તેના ભાગરૂપે મોહનભાઈ કુંડારીયાને સાથે રાખીને મોરબી નજીકના ખાનપર ગામના એક જ પરિવારના કુલ મળીને ૧૧ જેટલા લોકોના મૃત્યુ નીપજયા હતા તે પરિવારની મુલાકાતે તેઓ ગયા હતા અને ત્યારે તેમની સાથે વાર્તાલાપ થયો હતો તેની વાત તેમણે વ્યાસપીઠ ઉપરથી કરી હતી અને કહ્યું હતું કે કથા કોઈ વ્યક્તિને બદલાવા માટે નહીં પરંતુ વ્યક્તિના હૃદય અને વિચાર પરિવર્તન માટે કરવામાં આવતી હોય છે જેનો જીવંત પુરાવો તેઓને ખાનપર ગામમાં મળ્યો હતો કેમ કે ત્યાં જે વ્યક્તિએ પોતાના સ્વજન ગુમાવ્યા હતા તેમને પણ એવી લાગણી વ્યક્ત કરી હતી કે જે થવાનું હતું તે થઈ ગયું અને અમારા ઘરમાંથી તો મરી ગયા પણ હવે બધાને પાછા દુખી તેના બાળકો તેની હાજરીમાં દિવાળી ઉજવે તેવું થાય એવું અમે ઈચ્છે છીએ આ વાત કરીને કહ્યું હતું કે, કથાના માધ્યમથી લોકોના વિચારમાં પરિવર્તન થાય છે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી અને વ્યાસપીઠ ઉપરથી જ તેઓએ એવું પણ જણાવ્યું હતું કે છેલ્લા નવ દિવસથી રામકથા ચાલી રહી છે અને કથા પૂર્ણવિરામ થાય છે ત્યારે કથા દરમિયાન જે જપ-તપ થયું તે તેઓએ ઝુલતાપુલ દુર્ઘટનાના ૧૩૫ દિવંગગતોને કૃષ્ણાર્પણ કરે છે






Latest News