મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના બેલા (આ) ગામેથી જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો


SHARE







મોરબીના બેલા (આ) ગામેથી જામગરી બંદુક સાથે એક શખ્સ પકડાયો

મોરબી તાલુકા વિસ્તારમાં બેલા (આમરણ) ગામે એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે રહેણાંક મકાનના પાછળના ભાગે ચેક કરવામાં આવ્યું હતું ત્યારે બાવળની કાંટ પાસેથી ગેર કાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે તેને પકડીને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

બનવાની જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લામાં ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઇસમો શોધી કાઢી પોલીસ કામ કરી રહી છે ત્યારે એસઓજીના પીઆઇ એમ.પી. પંડ્યાની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે જુવાનસિંહ ભરતસિંહ રાણા,  આશીફભાઇ રહીમભાઇ ચાણકીયાને બાતમી મળેલ હતી કે, બેલા ગામે રહેતો હુશેનભાઇ નરાલીભાઇ જામ જાતે મીયાણા (૩૫) જેને આછા ગુલાબી કલરનો શર્ટ તથા બ્લુ જીન્સ પેન્ટ પહેરેલ છે. તેના મકાનની પાછળ બાવળની કાંટ પાસે એક દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે બેઠેલ છે. જેથી પોલીસે ત્યાં જઈને તેને પકડીને તેની પાસેથી બે હજારની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે 






Latest News