મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

રાતે મોબાઈલ જોતી પત્નીને પતિએ સૂઈ જવાનું કહેતા પત્નીએ ના કરવાનું કર્યું !


SHARE







રાતે મોબાઈલ જોતી પત્નીને પતિએ સૂઈ જવાનું કહેતા પત્નીએ ના કરવાનું કર્યું !

હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસે આવેલ વાકિયા ગામે વાડી વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની પત્ની રાત્રિના સમયે મોબાઇલ જોતી હોય તેને મોબાઈલ મૂકીને સૂઈ જવા માટે તેના પતિએ કહ્યું હતું ત્યારે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી અને લાગી આવતા મહિલાએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવેલ છે

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ભરૂચ જિલ્લાના નેત્રમના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ચરાડવા ગામ પાસે આવેલ વાકિયા ગામે પ્રવીણભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા વિનોદભાઈ વસાવાના પત્ની રેખાબેન (૨૦)એ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ હળવદ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવ સંદર્ભે રેખાબેનના પતિ વિનોદભાઈ વસાવા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે રાત્રિના સમયે તેની પત્ની મોબાઈલ ફોન જોતી હોય જેથી તેને મોબાઈલ મૂકીને સૂઈ જવા માટે થઈને કહ્યું હતું ત્યારે પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારે તેઓએ તેની પત્નીને એક લાફો માર્યો હતો જેથી રેખાબેનને લાગી આવતા તેણે પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે લઈ ગયા છે જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

માર માર્યો

વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે વાડી વિસ્તારમાં રાકેશ મનજી બાંભણિયા (૨૨) નામના યુવાનને કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ઢિકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી કરીને રાકેશ બાંભણિયાને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની કવાયત કરવામાં આવી છે






Latest News