મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

હળવદના પીઆઇની તાજેતરમાં રાજકીય કિન્નાખોરીથી બદલી કરાઇ હોવાનો દલિત સમાજનો આક્ષેપ


SHARE







હળવદના પીઆઇની તાજેતરમાં રાજકીય કિન્નાખોરીથી બદલી કરાઇ હોવાનો દલિત સમાજનો આક્ષેપ

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં પીઆઈની તાજેતરમાં બદલી કરવામાં આવી છે. જે બદલી રાજકીય કિન્નાખોરીથી કરવામાં આવી હોવાનો મોરબી જિલ્લા અનુસૂચિત સમાજ દ્વારા અણીદાર આક્ષેપ કરવામાં આવેલ છે અને મોરબી જિલ્લા અનુસૂચિત સમાજના આગેવાનો સહિતના લોકોએ હાલમાં કલેકટરને આવેદન આપીને હળવદના પીઆઇની બદલી રોકવાની માંગ કરી છે.

મોરબી જિલ્લા અનુસૂચિત સમાજના આગેવાનો જિલ્લા કલેકટર કચેરીએ પહોચ્યા હતા અને ત્યાં આવેદનપત્ર આપીને તાજેતરમાં હળવદના પીઆઇ કે.એમ. છાસિયાની બદલી કરવામાં આવી છે તે રાજકીય કિન્નાખોરીથી કરવામાં આવી છે તેવો આક્ષેપ કરવામાં આવેલ છે અને રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, હળવદ તાલુકામાં જુગારની રેડ પોલીસે કરી હતી જેમાં જુગારીને પકડવામાં આવ્યા હતા જે પૈકીનો એક રાજકીય આગેવનનો સગો હોવાથી તેને બચાવવા હળવદના પીઆઇની સામે ગાંધીનગરમાં ઉચ્ચકક્ષાએ ખોટી રજુઆત કરી હતી જેથી તેની બદલી કરવામાં આવી છે. જેથી આ બદલી રોકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે






Latest News