મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદના માલણીયાદ કલસ્ટરમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન સંપન


SHARE







હળવદના માલણીયાદ કલસ્ટરમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન સંપન

હળવદના માલણીયાદ સીઆરસી કક્ષાનો રણમલપુર પ્રાથમિક શાળા ખાતે બાળ ગણિત વિજ્ઞાન પ્રદર્શન ૨૦૨૩-૨૪ યોજાયું હતું જેમાં ૧૨ પ્રાથમિક શાળાઓનાં વિદ્યાર્થીઓએ હર્ષભેર ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓ દ્વારા નિર્માણ કરવામાં આવેલ મોડલ વૈજ્ઞાનિક સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને રજૂઆત કરવામાં આવી હતી આ તકે હળવદ બીઆરસી કો ઓર્ડીનેટર મિલનભાઈ પટેલ, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદના અધ્યક્ષ વાસુદેવભાઇ ભોરણીયા, હળવદ કે.ની. સુનીલભાઈ મકવાણા, બી.આર.પી. પ્રજ્ઞા હરદેવસિંહ પરમાર, સી.આર.સી. ઢવાણા જીતુભાઈ મેર દ્વારા બાળકોનો ઉત્સાહ વધારવા માટે રણમલપુર પ્રાથમિક શાળાએ મુલાકાત લેવામાં આવી હતી તમામ બાળકોને શિલ્ડ, પ્રમાણપત્ર અને પ્રોત્સાહિત પુરસ્કાર આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં બાળકોએ ઉષ્મા અને તાપમાન, સોલાર રૂફ્ટોપ, હાથના સ્નાયુઓની પ્રક્રિયા, લિફ્ટ, LBD કિટમાંથી મોડેલ બનાવવા,જમીનનું ધોવાણ અને સંરક્ષણ, શ્વસનતંત્રનું મોડેલ બનાવ્યા હતા તે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ આયોજન માલણીયાદ સીઆરસી કો-ઓર્ડીનેટર હરમિતભાઈ પટેલ અને રણમલપુર પ્રાથમિક શાળાના આચાર્ય અશ્વિનભાઈ વરમોરાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું






Latest News