મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના વાંકાનેર-ટંકારા તાલુકાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ અસરગ્રસ્ત  જાહેર કરવા કોંગ્રેસની માંગ


SHARE







મોરબી જિલ્લાના વાંકાનેર-ટંકારા તાલુકાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ અસરગ્રસ્ત  જાહેર કરવા કોંગ્રેસની માંગ

મોરબી જિલ્લાના વાંકાનેર અને  ટંકારા તાલુકાના તેમજ અન્ય તાલુકામાં પણ વરસાદના આંકડા સરકારી ચોપડે નોંધાયેલ છે જેના આધારે મોરબી જિલ્લા કોંગેસ દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, વર્ષ ૨૦૨૦ થી ગુજરાત સરકારે કેન્દ્ર સરકારની ખેડૂતોને પાકનો વીમો આપતી યોજના "પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના" નું પ્રીમિયમ ચૂકવવાનું બંધ કર્યું છે અને ગુજરાતમાં "મુખ્યમંત્રી કિસાન સહાય યોજના" લાગુ કરી છે. જે ગુજરાતના તમામ ખેડૂતો માટેની યોજના છે. જેની ગાઇડલાઇન પ્રમાણે, જે તાલુકામાં ચોમાસુ શરૂ થાય ત્યાંથી ૩૧ ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા (૨૮ દિવસ) વરસાદ પડેલ ન હોય એટલે કે સતત શૂન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલ પાકને નુકશાન થયેલ હોય તેને અનાવૃષ્ટિ (દુષ્કાળ) નું જોખમ ગણવામાં આવશે.

ગુજરાત સરકારની ડિઝાસ્ટર મેનેજમેંટ ઓથોરિટીની વેબસાઈટ પ્રમાણે વાંકાનેર તાલુકા અને ટંકારા તાલુકામાં વરસાદ હતો નહીં અને વાંકાનેર તાલુકામાં તા. ૧/૮/૨૦૨૩ ના રિપોર્ટ પ્રમાણે તે દિવસ સુધી મૌસમનો કુલ વરસાદ ૩૫૭ મી.મી. નોંધાયેલો છે. અને તા. ૧/૯/૨૦૨૩ ના રિપોર્ટ પ્રમાણે તે દિવસ સુધી મૌસમનો કુલ વરસાદ ૩૫૭ મી.મી. નોંધાયેલો છે. જેથી વાંકાનેર તાલુકામાં ૩૧ ઓગસ્ટ ૨૦૨૩ સુધીના સમયગાળામાં પાછલા સતત ૨૮ દિવસો કરતા વધુ સમય સુધી વરસાદ નથી જે "મુખ્યમંત્રી કિસાન સહાય યોજના" ની શરત પૂર્ણ કરે છે. જેથી તાલુકાને અસરગ્રસ્તની વ્યાખ્યામાં લેવામાં આવે અને સહાય આપવામાં આવે તેવી માંગ કરેલ છે આવી જ રીતે ટંકારા તાલુકામાં તા. ૧/૮/૨૦૨૩ ના રિપોર્ટ પ્રમાણે તે દિવસ સુધી મૌસમનો કુલ વરસાદ ૫૧૨ મી.મી. નોંધાયેલો છે. અને તા. ૧/૯/૨૦૨૩ ના રિપોર્ટ પ્રમાણે તે દિવસ સુધી મૌસમનો કુલ વરસાદ ૫૧૨ મી.મી. નોંધાયેલો છે. આમ સતત ૨૮ દિવસો કરતા વધુ સમય સુધી વરસાદ થયો નથી તેમજ અન્ય તાલુકાઓમાં પણ આવીજ પરિસ્થિતિ છે. જેથી ખેડૂતોને સહાય આપવામાં આવે તે જરૂરી છે માટે મોરબીના કલેક્ટર નિયમ મુજબ તાત્કાલિક ધોરણે રાજ્ય સરકારને દરખાસ્ત મોકલે અને રાજ્ય સરકાર વાંકાનેર અને ટંકારા તેમજ જીલ્લાનાં અન્ય તાલુકાને "મુખ્યમંત્રી કિસાન સહાય યોજના" હેઠળ અસરગ્રસ્ત જાહેર કરે તેવી માંગ કરેલ છે






Latest News