મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

આયુષ્યમાન ભવ: પ્રોગ્રામ અંતર્ગત મોરબીના ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું


SHARE







આયુષ્યમાન ભવ: પ્રોગ્રામ અંતર્ગત મોરબીના ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

ભારત સરકાર દ્વારા આયુષ્યમાન ભવ: પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત દરેક સરકારી સંસ્થાઓ ખાતે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો. જે અન્વયે મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. કવિતાબેન દવે ના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર અને તેના નેજા હેઠળના અન્ય તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની સાફ-સફાઈનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને સાથે ગ્રામજનોને પણ પોતાની આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી. વધુમાં આયુષ્યમાન ભવ: પ્રોગ્રામ અંતર્ગત લોક ઉપયોગી એવા આયુષ્યમાન કાર્ડ અને આભા કાર્ડ કઢાવવાના બાકી હોય તેમણે પોતાની નજીકની ગ્રામ પંચાયત અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતેથી વહેલી તકે આ બંને કાર્ડ કઢાવી લે તેવી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગરના મેડિકલ ઓફિસર ડો. સી.એલ. વારેવડીયા તેમજ આયુષ મેડિકલ ઓફિસરશ્રી ડો. ડી.એસ. પાંચોટિયા દ્વારા જાહેર અપીલ કરવામાં આવી હતી.  






Latest News