મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા પંચાયતમાં અઢી વર્ષમાં એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો નથી: ચંદુભાઈ શિહોરા


SHARE







મોરબી જીલ્લા પંચાયતમાં અઢી વર્ષમાં એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો નથી: ચંદુભાઈ શિહોરા

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે છેલ્લા અઢી વર્ષથી મોરબી જિલ્લાના લોકોની સુખકારીમાં વધારો થાય તે માટે કામ કરનારા ચંદુભાઈ શિહોરાની ટર્મ સોમવારે પૂરી થવાની છે ત્યારે છેલ્લા અઢી વર્ષમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો નથી અને કરવા દીધો પણ નથી અને પારદર્શક વહીવટ કરેલ છે

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરાના આજે પ્રમુખ તરીકે જિલ્લા પંચાયતમાં  છેલ્લો દિવસ છે ત્યારે તેમણે જણાવ્યુ હતું કે, અઢી વર્ષ પહેલા જ્યારે પાર્ટી દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની જવાબદારી આપવામાં આવી હતી ત્યારે મેં નક્કી કર્યું હતું કે મારા અઢી વર્ષના શાસનમાં મને કે મારી પાર્ટીને કયારેય પણ દાગ ન લાગે અને હંમેશા લોકોના હિતમાં જ કામ કરિશે જેને ધ્યાનમાં રાખીને અઢી વર્ષમાં એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો નથી અને કરવા દીધો પણ નથી આટલું જ નહીં પારદર્શક વહીવટ કરી જિલ્લા પંચાયત ચલાવી છે. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, જિલ્લા પંચાયત તરફથી ગાડી મળે છે જો કે, તેમાં ડીઝલ મારા ઘરના પૈસે પુરાવિને મે કામ કર્યું છે તેમજ માનદવેતન પણ અઢી વર્ષમાં લીધું નથી. છેલ્લા અઢી વર્ષમાં જિલ્લામાં વિકાસના ૨૨૦૦ લાખથી વધુના કામો કરવામાં આવ્યા છે. અને પ્રધાનમંત્રી સડક યોજનામાં ૨૯૦ કરોડના ખર્ચે વિવિધ રોડના કામો કરવામાં આવ્યા છે અને હજુ ઘણા થઈ પણ રહ્યા છે. ખાસ કરીને તેમણે જણાવ્યુ હતું કે, જિલ્લા પંચાયતનો પ્રમુખ હોવાથી મને ત્રણ વખત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળવાનો મોકો મળ્યો હતો જે મારા માટે અવિસ્મરણીય છે






Latest News