હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ
Breaking news
Morbi Today

મોરબીના કેરાળી નજીક બાઇક આડે રોજડુ ઉતરતા અકસ્માત: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં


SHARE











મોરબીના કેરાળી નજીક બાઇક આડે રોજડુ ઉતરતા અકસ્માત: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં

મોરબી તાલુકાના આમરણ બેલા ગામે રહેતો યુવાન બાઈક લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે કેરાળી ગામના પાટિયા પાસે જીવાપર રોડ ઉપર બાઇક આડે રોજડુ ઉતરતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યા તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના આમરણ બેલા ગામે રહેતા અકબરભાઈ ઉમરભાઈ જામ (૨૭) નામનો યુવાન પોતાના કામ ઉપરથી ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે કેરાળી ગામના પાટીયા પાસે આમરણ જીવાપર રોડ ઉપર તેના બાઇક આડે રોજડુ ઉતરતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં અકબરભાઈ જામને ઈજાઓ થઈ હતી જેથી કરીને તેઓને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાઠ ધરી છે અને આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના રંગપર ગામે વાડી વિસ્તારમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા મુકેશભાઈ પીડુભાઈ (૩૫) નામનો યુવાન બાઇક ઉપર રંગપર નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં રસ્તામાં બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો આ બનાવમાં મુકેશભાઈને ઇજાઓ થઈ હોવાથી સારવાર માટે તેને મોરબી શહેરની ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના જીંજુડા ગામે રહેતા શાહીનબેન બાવાભાઈ પીરજાદા (૩૨) નામના મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને જીંજુડા ગામે હાઇવે બ્રિજ પાસેથી નવલખી રોડ ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં અકસ્માતે બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં શાહીનબેન પીરજાદાને ઇજાઓ થઈ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે

સીડી પરથી નીચે પટકાયો

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સુજલોન સીરામીક કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા સુરીકાંત બહેરા નામનો વ્યક્તિ કારખાનામાં કામગીરી કરી રહયો હતો ત્યારે તે સીડી ઉપરથી નીચે પટકાતા તેને ઇજાઓ થઈ હતી જેથી સારવાર માટે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.એમ. જાડેજા ચલાવી રહ્યા છે






Latest News