મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ માટે એક-ઉપપ્રમુખ માટે બે ઉમેદવારી પત્ર ભરાયા: તડજોડનું રાજકારણ શરૂ


SHARE







મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ માટે એક-ઉપપ્રમુખ માટે બે ઉમેદવારી પત્ર ભરાયા: તડજોડનું રાજકારણ શરૂ

 મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ પૂરી થયેલ છે જેથી કરીને પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી જાહેર કરવામાં આવી છે ત્યારે પ્રમુખ પદ માટે એક અને ઉપપ્રમુખ પદ માટે બે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યા છે અને બુધવારે મોરબી જીલ્લા પંચાયત કચેરીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને પ્રમુખ અને ઉપપ્રમુખ માટેની ચૂંટણી યોજાશે

મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ જુદીજુદી સમિતિઓની આગામી અઢી વર્ષ માટેના પદાધિકારીઓની વરણી કરવામાં આવશે જેના માટે પ્રમુખનું રોટેશન જાહેર કરવામાં આવ્યું છે અને તેમાં અનુ.જાતી મહિલા અનામત છે જો કોંગ્રેસમાં કોઈ મહિલા અનુજાતિ માંથી ચૂંટાયેલ નથી જેથી કરીને કોંગ્રેસમાંથી કોઈ ઉમેદવારી કરી શકે તેમ નથી જો કે, ભાજપમાંથી મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે હંસાબેન જેઠાભાઈ પારઘીએ ઉમેદવારી પત્ર ભરેલ છે જો કે, ઉપપ્રમુખ પદ માટે ભાજપમાંથી હીરાભાઈ ટમારીયા (બાઘુભાઇ) અને કોંગ્રેસમાંથી મહેશભાઇ પરેજિયા દ્વારા ઉમેદવારી પત્ર ભરવામાં આવેલ છે અને આવતી કાલે બપોરે ૧૨ વાગ્યે મોરબી જિલ્લા પંચાયત કચેરીમાં કલેક્ટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષ સ્થાને પ્રમુખ અને ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાશે

જયારે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા ત્યારે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, માજી મંત્રી બ્રિજેશભાઇ મેરજા, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ દલવાડી, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, કે.એસ. અમૃતિયા અને જેઠાભાઇ મિયાત્રા, જયુભા જાડેજા, હિરેનભાઈ પારેખ તેમજ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, ભાજપના હોદેદારો સહિતના હાજર રહ્યા હતા તો કોંગ્રેસમાંથી મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુહ કિશોરભાઇ ચિખલિયા, પ્રદેશ કોંગ્રેસનાં આગેવાન હરદેવસિંહ જાડેજા તેમજ કોંગ્રેસનાં ચૂંટાયેલા સભ્યો હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, જિલ્લા પંચાયતની કુલ ૨૪ બેઠકમાંથી ભાજપ પાસે ૧૪ બેઠક છે અને કોંગ્રેસ પાસે ૧૦ બેઠક છે ત્યારે કોંગ્રેસ વિજય મેળવવા માટે અને ભાજપ કોંગ્રેસને રોકવા માટે હાલમાં તડજોડનું રાજકારણ કરે છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી






Latest News