મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું
Breaking news
Morbi Today

મોરબીની શ્રદ્ધા-યમુના સોસાયટી પાસેના સ્મશાન ખાતેથી ૨૪,૦૦૦ ના મુદામાલની ચોરી


SHARE











મોરબીની શ્રદ્ધા-યમુના સોસાયટી પાસેના સ્મશાન ખાતેથી ૨૪,૦૦૦ ના મુદામાલની ચોરી

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ શ્રદ્ધા-યમુના સોસાયટી પાસેના સ્મશાન ખાતેથી તસ્કર દ્વારા ચોરી કરવામાં આવે છે જેમાં પાણીની મોટર, રોકડા ૧૧,૦૦૦ અને ૧૦ હજારના મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે આમ કુલ મળીને ૨૪,૦૦૦ ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે જેથી મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્ય શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં રોહીદાસપરા મેઈન રોડ ઉપર આવેલ વિજયનગર શેરી નં-૧ માં રહેતા દેવજીભાઈ ગોરાભાઇ મકવાણા જાતે અનુ. જાતિ (૬૧)એ  અજાણ્ય શખ્સની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે મોરબીમાં શ્રદ્ધા-યમુના સોસાયટી પાસે આવેલ સ્મશાન ખાતેથી અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેમાં ૩૦૦૦ રૂપિયાની કિંમતની પાણીની મોટર, ૧૧,૦૦૦ રૂપિયા રોકડા તથા દસ હજાર રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન આમ કુલ મળીને ૨૪ હજાર રૂપિયાની કિંમતના મુદામાલની ચોરી કરવામાં આવી હોય હાલમાં વૃદ્ધની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વી.ડી. મેતા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળિયા વનાળીયા ખાતે રહેતા જમનાબેન ગીરીશભાઈ પરમાર (૪૨) નામના મહિલા બાઇકમાં બેસીને વડવાળા ટી સ્ટોલ સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો અને જમનાબેન બાઈકમાંથી નીચે પડી જતા તેઓને ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફૂલતરિયા દ્વારા કરવામાં આવી છે






Latest News