મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીમાં સંતાન ન થતાં હોય લાગી આવતા યુવાને અંતિમ પગલું ભર્યું


SHARE











મોરબીમાં સંતાન ન થતાં હોય લાગી આવતા યુવાને અંતિમ પગલું ભર્યું

મોરબીના રફાળેશ્વર ગામ પાસે વરૂડી માતાજીના મંદિર નજીક આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જેથી કરીને આ બનાવની મૃતકના ભાઈએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી અને પોલીસની પ્રાથમિક તપાસમાં એવી માહિતી સામે આવી છે કે, યુવાનને સંતાનો ન થતા હોવાથી તેને લાગી આવતા પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે

મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના રફાળેશ્વર પાસે આવેલ શીવાય ટેકનોબાથ એલએલપી નામના કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા સુરેશભાઈ રતારામ માધવ જાતે અનુ.જાતી (૩૪)એ લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને આ બનાવની મૃતકના ભાઈ મેડારામ રતારામ માધવ જાતે અનુ.જાતી (૩૭) દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતકના ડેડબોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે જેઓની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મૃતક યુવાનના ભાઈ જેડારમ રત્નારામે જણાવ્યું હતું કે સુરેશભાઈના ઘરે સંતાન ન થતા હોવાથી તેમની તથા તેના પત્નીની દવા ચાલુ હતી દરમિયાન તેણે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મહિલાને માર માર્યો

મોરબીના લખધીરપુર રોડ ઉપર સંગીતાબેન રાજેશભાઈ (૩૦) નામની મહિલાને તેના પતિ રાજેશભાઈ તથા તેના મિત્ર દ્વારા મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. પટેલ ચલાવી રહ્યા છે

જનાવર કરડી ગયું

મોરબીના જેતપર ગામની સીમમાં રહેતા અને મજૂરી કામ કરતા રેશમબેન દાઉદભાઈ મોહનિયા (૨૨) નામની મહિલાને ઝેરી જનાવર કરડી ગયું હતું જેથી કરીને તેને ઝેરી અસર થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવા આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે






Latest News