મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબીના માધાપરમાં ઘરે પહેલા માળેથી નીચે પટકાયેલા આધેડનું સારવારમાં મોત


SHARE







મોરબીના માધાપરમાં ઘરે પહેલા માળેથી નીચે પટકાયેલા આધેડનું સારવારમાં મોત

મોરબી શહેરના માધાપર વિસ્તારમાં શેરી નં-૨૨ ની અંદર રહેતા આધેડે પોતાના ઘરે પહેલા માળેથી કોઈ કારણોસર નીચે પટકાયા હતા જેથી કરીને તેઓને શરીરે ગંભીર ઇજાઓ થવાના કારણે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ અને અમદાવાદ લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેમનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના માધાપરા શેરી નં-૨૨ ની અંદર રહેતા વનરાજસિંહ નટુભા ઝાલા (૫૦) પોતાના ઘરે પહેલા માળેથી નીચે પટકાયા હતા જેથી તેઓને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ જલારામ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા અને ત્યાંથી સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા સારવાર દરમિયાન આધેડનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવના કાગળો અમદાવાદથી મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને આવતા પોલીસે હાલમાં અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News