મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડમાં ૧૮,૦૦૦ની રોકડ સાથે નવ ઝડપાયા


SHARE







મોરબીમાં જુગારની જુદીજુદી બે રેડમાં ૧૮,૦૦૦ની રોકડ સાથે નવ ઝડપાયા

મોરબી શહેરી વિસ્તારની અંદર જુદી જુદી બે જગ્યાએ જુગારની બે રેડ કરવામાં આવી હતી ત્યારે પોલીસે નવ જુગારીઓની ૧૮ હજાર રૂપિયાની રોકડ સાથે ધરપકડ કરી હતી અને તેની સામે પોલીસે હાલમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરે છે 

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલ ફર્ન હોટલ નજીક આવેલા ટ્રક પાર્કિંગ સ્ટેન્ડમાંથી જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પાડયા હતા. જેની પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ફર્ન હોટેલ નજીક ટ્રક પાર્કિંગ સ્ટેન્ડમાં જુગાર રમી રહેલ જેલાજી બીજલજી ઠાકોર (૫૦) રહે.ખારીયાવાસ પલાસણા મોરબીજામાજી મણાજી ઠાકોર (૪૦) રહે.નાવપાણી તા.પાટડી જી.સુરેન્દ્રનગરદિનેશ વિશા રાવલ (૪૨) રહે.નાગલપુર જી.મહેસાણા અને અંદરસિંગ ચનુભા ઝાલા જાતે દરબાર (૪૨) રહે.કરણસાગર તા.બેચરાજી જી.મહેસાણા વાળા ચારેય ટ્રક ડ્રાઈવરો ટ્રકના પાર્કિંગ સ્ટેન્ડમાં જુગાર રમતા હોય તેઓની રોકડા રૂા.૧૨,૭૦૦ સાથે ધરપકડ કરી તેઓની વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

જયારે જુગારની બીજી રેડ મોરબી શહેરના ગ્રીન ચોકની બાજુમાં આવેલ મોચી શેરી પાસે હનુમાનજીના મંદિર નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે કિશન રમેશભાઈ કૈલા, પંકજ નારણભાઈ કૈલા, કમલેશ મણિલાલભાઈ ચૌહાણ, રાકેશ ભાઈ બુધાભાઈ રાવા અને દીપકભાઈ મનોજભાઈ રાતડીયા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૫૩૦૦ રૂપિયાની રોકડા કબ્જે કાઈર હતી અને તેની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News