મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના જુના આમરણ ગામે બાકીમાં કરિયાણું આપવાની ના કહેતા વેપારી અને તેની પત્નીને બે શખ્સોએ માર માર્યો


SHARE







મોરબીના જુના મર ગામે બાકીમાં કરિયાણું આપવાની ના કહેતા વેપારી અને તેની પત્નીને બે શખ્સોએ માર માર્યો

મોરબી તાલુકાના જુના મર ગામે રહેતા અને કરિયાણાની દુકાન ધરાવતા યુવાન પાસે બે શખ્સોએ બાકીમાં કરિયાણું માંગ્યું હતું ત્યારે બાકીમાં કરિયાણું આપવાની ના કહેતા બે શખ્સોએ યુવાન અને તેની પત્નીને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને બે શખ્સોને પકડવા તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જુના મર ગામે રહેતાં અને ગામમાં કરિયાણાની દુકાન ધરાવતા અમિતભાઈ ભુપતભાઈ સોમૈયા જાતે લોહાણા (ઉંમર ૩૯)ની દુકાને તા ૨૬ ના રોજ રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં રાજ ડાંગર અને પરેશ દિલીપભાઈ કાસુન્દ્રા રહે બંને બેલા આમરણ ગામ વાળા બાકીમાં કરિયાણું લેવા માટે આવ્યા હતા ત્યારે બાકીમાં કરિયાણું આપવાની અમિતભાઈએ ના કહી હતી જેથી અમિતભાઈની સાથે બોલાચાલી કરી હતી અને ગાળાગાળી કરી હતી ત્યારબાદ તેને જમણા પગમાં, હાથમાં અને માથાના ભાગે લાકડાના ચોકા વડે માર માર્યો હતો અને રાજ ડાંગરે અમિતભાઈના પત્ની ચેતનાબેન (૩૪)ને માથામાં ધોકો ફટકાર્યો હતો જેથી કરીને બંનેને ઈજાઓ થઈ હતી અને બંનેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી હાલમાં ભોગ બનેલા અમિતભાઈ સોમૈયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજ ડાંગર અને પરેશ દિલીપભાઈની સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News