મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં થયેલ યુવાનની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં થયેલ યુવાનની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ

મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસે આવેલ ભીમસર વિસ્તારમાં નજીવી વાતે બોલાચાલી થઇ હતી ત્યારે યુવાનને છરીના જીવલેણ ઘ ઝીકયા હતા જેથી તેનું મોત નીપજયું હતું અને હત્યના આ બનાવમાં કુલ મળીને ચાર વ્યક્તિને સામે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે હાલમાં બે આરોપીની ધરપકડ કરેલ છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને કબજામાં લઈને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના જેલ ચોક સામેના વિસ્તારમાં રહેતો રવિભાઇ જયસુખભાઈ ઝાલા (૩૨) મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશીપની સામે આવેલ ભીમસર વિસ્તારમાં ફઈબાના ઘરે ગયો હતો ત્યારે કલેજ લલિતભાઈ વાઘેલા કે જેના ઘરે રવિભાઇ જયસુખભાઈ ઝાલાના ભાઈજી(મોટાબાપુ) ની દીકરી સાસરે છે તે ગાળો બોલીને ઝઘડો કરી રહ્યો હતો જેથી કરીને રવિભાઈ જયસુખભાઈ ઝાલા ત્યાં સમજાવવા માટે ગયો હતો. તે દરમિયાન ત્યાં તેની સાથે ઝઘડો થયો હતો અને ત્યારે તેને  છરી વડે પડખાના ભાગે જીવલેણ ઘા માર્યા હતા જેથી કરીને તેને ગંભીર ઇજા થઈ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું આ બનાવની જાણ થતાં મોરબી સીટી બી ડિવિઝન પીઆઇ પી.એ. દેકાવાડીયા અને સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો હતો અને આ બનાવ સંદર્ભે મૃતક યુવાના પિતા જયસુખભાઈ નાથાભાઈ ઝાલા (૫૫) એ કલેજ લલિતભાઈ, લલિત કેસાભાઈ અને રાજુ કેસાભાઈ રહે. બધા ભીમસર વિસ્તાર વાળા સહિત કુલ ચાર સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં કલેજ લલિતભાઈ વાઘેલા (૩૧) અને રાજુ કેસાભાઈ વાઘેલા (૪૪) રહે. ભીમસર વિસ્તાર વાળાની ધરપકડ કરેલ છે અને એક બાળ કિશોર કાયદાના સંઘર્ષમાં આવેલ હોય તેને કબજામાં લઈને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે અને આરોપી  લલિતભાઈ કેસાભાઈ વાઘેલા હાલમાં સારવાર હેઠળ હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે






Latest News