મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદના મેરૂપર ગામે સાળાની હત્યાના ગુનામાં બનેવી સહિત ત્રણ આરોપીની ધરપકડ 


SHARE







હળવદના મેરૂપર ગામે સાળાની હત્યાના ગુનામાં બનેવી સહિત ત્રણ આરોપીની ધરપકડ 

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં મેરૂપર ગામે સાળાને પથ્થરના ઘા ઝીકીને બનેવી અને તેના બે મિત્રોએ હત્યા કરી નાખી હતી જેની મૃતકના દીકરાએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે તાલુકા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે અને અકસ્માત બાદ બાઈકમાં થયેલ નુકશાનીના પૈસાની લેતીદેતી બાબતે બોલાચાલી કરીને બનેવી સહિતના ત્રણ શખ્સોએ સાળાની હત્યા કરી હોવનું સામે આવ્યું છે

હળવદના મેરૂપર ગામે યોગેશભાઈ હરજીવનભાઈ પટેલની વાડીએ રહીને મજુરી કરતા મૂળ એમપીના રહેવાસી દેવલાભાઈ નુરાભાઈ ચૌહાણની પથ્થરના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી છે અને તેની હત્યા તેના જ બનેવી અને તેના મિત્રોએ કરી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું જેથી કરીને મૃતકના દીકરા નાનકાભાઈ દેવલાભાઈ ચૌહાણએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભીખલીયાભાઈ લગસિંહ કાંકરિયાચંદુભાઈ જુબાટીયાભાઈછીતુંભાઈ જુબાટીયાભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કેતેના પિતા દેવલાભાઈ ચૌહાણ અને તેના મામા વચ્ચે બાઇક અથડાવવા મુદ્દે માથાકૂટ થઈ હતી. અને વધુમાં જણાવ્યુ છે કેફરિયાદીનું બાઇક આરોપી છીતુંભાઈ સાથે ભટકાયુ હતું. જેથી કરીને છીતુંભાઈએ બાઇકની નુક્શાનીના ૫૦૦ રૂપિયા ફરિયાદી પાસે માંગતા હતા અને ફરિયાદીએ પૈસા નહિ આપતા ફરિયાદીની ગેરહાજરીમાં આરોપીઓએ ઝઘડો કરીને ફરિયાદીના પિતાની હત્યા કરેલ હતી આમ બનેવી અને તેના બે મિત્રો દ્વારા સાળાની હત્યા કરવામાં આવી હતી જે ગુનામાં એલસીબીના સ્ટાફે ભીખલીયાભાઇ લગસીંહ કીકરીયા (૩૦) રહે.ચોકી તા.ચાનપુર જી.અલીરાજપુર એમપી હાલ રહે.મેરૂપર ગામની સીમમાં યોગેશભાઇ દેવજીભાઇ પટેલની વાડીમાં તા.હળવદ જી.મોરબી, ચંદુભાઇ જંબટીયાભાઇ ધાનુક (૩૦) રહે.ડુંગરગામ જાંબલી ફળીયુ તા.ચાનપુર જી.અલીરાજપુર એમપી અને છીતુભાઇ જુબટીયાભાઇ ધાનુક (૨૫) રહે.ડુંગરગામ જાંબલી ફળીયુ તા.ચાનપુર જી.અલીરાજપુર એમ.પી નીધરપકડ કરીને હળવદ પોલીસ હવાલે કર્યા હતા આરોપીઓ ને પકડવાની આ કામગીરી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ, હળવદ પીઆઇ કે.એમ.છાસીયા, તથા પીએસઆઇ કે.એચ.ભોચીયા, એ.ડી.જાડેજા તથા એલસીબી પેરોલ ફર્લો સ્કવોડ, ટેકનીકલ ટીમ, હળવદ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.






Latest News