મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના કાલિકાનગર ગામે મારામારીના બનાવમાં ત્રણને ઇજા, સારવારમાં ખસેડાયા


SHARE







મોરબીના કાલિકાનગર ગામે મારામારીના બનાવમાં ત્રણને ઇજા, સારવારમાં ખસેડાયા

મોરબીના કાલિકાનગર ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બે યુવતીઓ સહીત ત્રણને ઈજા થતા સારવારમાં હાલ સિવિલે ખસેડવામાં આવ્યા છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મોરબી તાલુકાના કાલીકાનગર મકનસર ગામ નજીક રહેતા સુખદેવભાઈ રમેશભાઈ સુરેલા (ઉમર ૧૭), પુનમબેન પ્રવીણભાઈ સુરેલા (ઉંમર ૨૦) અને રેખાબેન રમેશભાઈ સુરેલા (ઉંમર ૨૭) રહે.ત્રણેય કાલીકાનગરને તેમના રહેણાંક આસપાસના લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો.તેને લઈને તેઓને હાલ ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સિવિલે લાવવામાં આવેલા છે.કયા કારણોસર આ મારામારીનો બનાવ બન્યો છે..? તે દિશામાં હવે તાલુકા પોલીસ મથકના એમ.જે.કહાંગરા દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

તેમજ મારામારીનો વધુ એક બનાવ મોરબીના વીસીપરા વિસ્તારમાં બન્યો હતો જેમાં વીસીપરામાં આવેલ શેરી નંબર-૪ માં રહેતા રાજેશભાઈ વાળાભાઈ ગઢવી નામના ૩૧ વર્ષના યુવાનને તેના ઘરની પાસે કોઈની સાથે કોઇ બાબતે થયેલ ઝઘડા બાદ મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હતી.જેથી કરીને રાજેશભાઈ ગઢવીને પણ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.આ બનાવ અંગે જાણ થતા હાલ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

વાહન સ્લીપ થતા ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ જીવન જ્યોત સોસાયટીમાં રહેતા પ્રણવ પ્રફુલભાઈ વ્યાસ નામના ૩૧ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઈજા થતા અત્રેની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.મોરબી સીટી એ ડિવિઝન પોલીસસુત્રોના જણાવ્યા પ્રમાણે પ્રણવ વ્યાસ નામનો યુવાન તેનું સ્કૂટી લઈને મોરબીના વાવડી રોડ ઉપરથી જતો હતો ત્યારે ત્યાં રસ્તામાં તેનું વાહન સ્લીપ થઈ ગયું હતું.તે બનાવમાં તેને ઇજાઓ થતા સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો હાલ આ બાબતે પોલીસ સ્ટેશનના એચ.એમ.ચાવડા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા લાલપર ગામે રહેતા પંકજભાઈ રમેશભાઈ મૈજડીયા (ઉંમર ૩૦) નામના યુવાનને મોરબીના લાલપર ગામ પાસે આવેલ સોમાણી સીરામીકની ઓફીસ નજીક મારામારીના બનાવમાં ઈજા થવાથી સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.વધુમાં મોરબી તાલુકા પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે લાલપર ગામે સોમાણી સીરામીક નજીક રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં થયેલ મારામારીના બનાવમાં ઈજા પામતા પંકજભાઈ રમેશભાઈ નામના યુવાનને હાલ સિવિલે સારવારમાં લાવવામાં આવ્યો છે અને કયા કારણોસર મારામારી થઈ છે..? તે દિશામાં તાલુકા પોલીસ મથકના વી.એસ.ડાંગર આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News