મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદ તાલુકા પંચાયતમાં અરજદારો-નાગરિકો માટે પ્રતીક્ષાખંડમાં બની લાયબ્રેરી !


SHARE







હળવદ તાલુકા પંચાયતમાં અરજદારો-નાગરિકો માટે પ્રતીક્ષાખંડમાં બની લાયબ્રેરી !

મોરબી જિલ્લાની હળવદ તાલુકા પંચાયત દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. જ્યાં કચેરીમાં આવતા મુલાકાતીઓ અને ગ્રામજનો માટે પ્રતીક્ષાકક્ષ કમ લાઈબ્રેરી તૈયાર કરીને ખુલ્લી મૂકવામાં આવી છે. ખાસ કરીને લોકોમાં વાંચન પ્રત્યે રુચિ જન્મે અને ખાસ કરીને તાલુકા પંચાયતમાં ઘણી વખત અરજદારો આવે ત્યારે અધિકારી કે કર્મચારી વ્યસ્ત હોય ત્યારે ત્યાં બેસીને વાંચન કરી સમયનો સદુપયોગ કરે તેવા હેતુથી લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે

હળવદ તાલુકા વિકાસ અધિકારી મેહુલકુમાર સિંધવે જણાવ્યું હતું કે, અમારી તાલુકા પંચાયત કચેરીમાં વિવિધ કામ અર્થે આવતાં મુલાકાતીઓને ઘણી વાર થોડો સમય રાહ જોવાની થતી હોય છે. આ દરમિયાન મુલાકાતીઓને જ્યાં ત્યાં બેસવું ન પડે તે માટે પ્રતીક્ષાકક્ષ તૈયાર કરેલ છે. મુલાકાતીઓ પ્રતીક્ષાના સમયમાં વિચારભાથું લઈને જાય તેવા આશયથી પ્રતીક્ષાકક્ષમાં લાઈબ્રેરી શરૂ કરવામાં આવેલ છે. આ લાયબ્રેરીમાં મેગેઝિન્સ, અખબારો અને ઉચ્ચ સાહિત્યિક મૂલ્ય ધરાવતાં પુસ્તકો રાખવામાં આવેલ છે. વધુમાં નવતર પ્રયોગ રૂપે ડિજિટલ લાયબ્રેરી પણ શરૂ કરવામાં આવેલ છે. જેમાં QR code સ્કેન કરીને વિવિધ વિષયને લગતા બ્લોગ, માહિતીપ્રદ વેબ સાઇટ્સ, રસપ્રદ યુ ટ્યુબ ચેનલ, ઇ બુક્સ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના સાહિત્ય વગેરેનો લાભ લઈ શકાશે. આ લાયબ્રેરીમાં ફ્રી અનલિમિટેડ વાઈ-ફાઈની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.






Latest News