મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના જેતપરમાં ઉછીના આપેલા પૈસા પરત માંગતા યુવાન સહિત બે ને માર મારવાના ગુનામાં ચાર શખ્સોની ધરપકડ


SHARE







મોરબીના જેતપરમાં ઉછીના આપેલા પૈસા પરત માંગતા યુવાન સહિત બે ને માર મારવાના ગુનામાં ચાર શખ્સોની ધરપકડ

મોરબીના જેતપર ગામે ઉછીના આપેલા પૈસા પરત માંગતા યુવાન તથા તેની સાથે રહેલા અન્ય એક યુવાનને લાકડી, પાઇપ અને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી બંને ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા હતા અને બાદમાં ભોગ બનેલ યુવાન દ્વારા જેતપર ગામના જ ચાર ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે ચાર આરોપીની ધરપકડ કરેલ છે

મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામે મારામારીના બનાવમાં ઈજા થતા સંજયભાઈ ગોકળભાઈ હમીરપરા જાતે કોળી (૩૮) રહે. કોળીવાસ જેતપર અને હરદાસભાઇ રમેશભાઈ હમીરપરા નામના બે યુવાનો ઉપર ગામના જ ચાર ઇસમોએ લાકડી-પાઇપ તથા ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને બંને યુવાનોને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. અને અને બાદમાં સંજય ગોકળભાઇ હમીરપરાએ જેતપર ગામના જ વિષ્ણુ જેસીંગ ગણેશિયા, ભુપત જેસીંગ ગણેશિયા, લાલો જેસીંગ ગણેશિયા અને સુરેશ દલ્લા ગણેશિયા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે થોડા સમય પહેલા જેતપર ગામે કોળીવાસમાં જ રહેતા લાલો જેસીંગ ગણેશિયા નામના ઇસમને પોતે હાથ ઉછીના પૈસા આપ્યા હતા જે પૈસાની પોતાને જરૂર હોય લાલો ગણેશિયાની પાસે પૈસા પરત માગ્યા હતા જે બાબતે સામાવાળાઓ દ્રારા બોલાચાલી કરીને હુમલો કરવામાં આવ્યો હતો જેમાં વિષ્ણુએ ગાળો આપીને ઢીકાપાટુ વડે માર માર્યો હતો.જ્યારે લાલા અને સુરેશ લાકડી વડે સંજયને માર માર્યો હતો.જે દરમિયાન સાહેદ હરદાસભાઇ છોડાવવા વચ્ચે પડતા ભુપત ગણેશાએ તેમના ઉપર પણ લોખંડના પાઇપ પડે હુમલો કરતા તેઓને પણ ઈજા થઈ હતી અને માથામાં ટાંકા આવ્યા હતા આ બનાવની ફરિયાદ આધારે પોલીસે હાલમાં વિષ્ણુ જસમત ઉર્ફે જેસીંગ ગણેશિયા (૨૫), ભુપત જસમત ઉર્ફે જેસીંગ ગણેશિયા (૨૨), લાલજી ઉર્ફે લાલો જસમત ઉર્ફે જેસીંગ ગણેશિયા (૨૦) અને સુરેશ ગુલાબભાઈ ઉર્ફે દલ્લા ગણેશિયા (૨૧) રહે. બધા જેતપર વાળાની પોલીસે ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.






Latest News