મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

ટંકારાના જોધપર ગામે વાડીએ નશાની હાલતમાં ઝેરી દવા પી ગયેલા યુવાનનું મોત


SHARE







ટંકારાના જોધપર ગામે વાડીએ નશાની હાલતમાં ઝેરી દવા પી ગયેલા યુવાનનું મોત

ટંકારા તાલુકાના જોધપર ગામે વાડીમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને નશો કરવાની કુટેવ હતી અને તેને નશાની હાલતમાં વાડી હતો ત્યારે ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને પ્રથમ પડધરી અને ત્યાંથી વધુ સારવારમાં માટે રાજકોટ લઈ ગયા હતા ત્યારે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે જેથી કરીને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના જોધપર ગામે કિશોરસિંહની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ભેરુસિંગ પીરુસિંગ દાવર (૪૦) નામના યુવાને પોતે વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ પડધરી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યો હતો જોકે, સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું છે જેથી કરીને આ બનાવ અંગેની રાજકોટની સરકારી હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના આર.સી. મૈયડ ચલાવી રહ્યા છે વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાનને નશો કરવાની કુટેવ હતી અને તેને નશાની હાલતમાં ઝેરી દવા પી લીધી હતી અને સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું છે આ યુવાન તેના વતનમાંથી પત્ની અને દીકરા સાથે અહી રોજગારી માટે આવ્યો હતો અને હાલમાં યુવાને આપઘાત કરી લેતા દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે

દેશી દારૂ
વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા ગામની પાધેડા તરીકે ઓળખાતી સીમમાં વિજયસિંહના કબજા વાળી વાડીમાં પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૮૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૬૦૦ નો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો જોકે, આરોપી વિજયસિંહ ધનુભા ઝાલા જાતે દરબાર રહે. ભાયાતી જાંબુડીયા વાળો સ્થળ ઉપર હાજર ન હોવાથી પોલીસે તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News