મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના બોડકીમાં ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવારમાં મોત


SHARE







માળીયા (મી)ના બોડકીમાં ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવારમાં મોત

માળીયા મીયાણા તાલુકાના બોડકી ગામે રહેતી યુવતીએ પોતે પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર ખડમાં નાખવાની ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ ખાનગી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી મોરબી અને ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે યુવતીનું સારવાર દરમિયાન મોત નીપજયું છે જેથી હોસ્પિટલ મારફતે માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

માળીયા મીયાણા તાલુકાના બોડકી ગામે રહેતા પ્રવીણભાઈ સુવારીયાની દીકરી ભૂમિબેન (૨૨)એ કોઈ કારણોસર ગત તા, ૨૧/૭/૨૩ ના રોજ સાંજના પાંચેક વાગ્યાના આસપાસમાં પોતે પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણોસર ખડ બાળવા માટે નાખવામાં આવતી ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ઝેરી અસર થઈ હોવાથી પ્રથમ સારવાર માટે પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ ખાનગી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ વધુ સારવાર માટે તેને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જોકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવ અંગેની રાજકોટની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જોકે, યુવતીએ કયા કારણોસર ઝેરી દવા પીધી હતી તે દિશામાં માળિયા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

એક બોટલ દારૂ

મોરબી નજીકના નાની વાવડી ગામે કેનાલ પાસે ગાડા માર્ગ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી શીલ તોડેલી એક દારૂની બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૦૦ રૂપિયાની દારૂની બોટલ સાથે અજયસિંહ ભાવુભા જાડેજા જાતે દરબાર (૩૩) રહે હાલ નાની વાવડી ભગવતી પાર્ક મોરબી વાળાની ધરપકડ કરેલ છે






Latest News