મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદના માથક ગામે પાદરમાં જમીનમાં દાટેલી ૮ બોટલ મળી: બુટલેગરની શોધખોળ


SHARE







હળવદના માથક ગામે પાદરમાં જમીનમાં દાટેલી ૮ બોટલ મળી: બુટલેગરની શોધખોળ

હળવદ તાલુકાના માથક ગામના પાદરમાં રંગાનો માર્ગ તરીકે ઓળખાતા વિસ્તારમાં દારૂનો જથ્થો હોવાની સ્થાનિક પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે જમીનમાં દાટીને છુપાવી રાખેલ દારૂની આઠ બોટલો મળી આવતા પોલીસે ૩૦૦૦ નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જો કે, બુટલેગર હાજર ન હોવાથી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માથક ગામના પાદરમાં આવેલ રંગાનો માર્ગ તરીકે ઓળખાતા વિસ્તારમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે જમીનમાં દાટીને છુપાવી રાખેલ દારૂની આઠ બોટલ મળી આવતા પોલીસે ૩૦૦૦ ની દારૂની બોટલો કબજે કરી હતી અને આ દારૂનો જથ્થો માથક ગામને રહેતા શક્તિભાઈ રાજુભાઈ ગોહિલ જાતે રજપુતનો હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગાયત્રીનગરમાં રહેતા જયેશભાઈ મગનભાઈ શેરસીયા (૪૨) નામનો યુવાન મોરબીના સરતાનપર રોડ ઉપર આવેલ મોટો સિરામિક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં જયેશભાઈ શેરસીયાને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News