મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના કેનાલ રોડની સોસાયટીઓમાં પાણીના ધાંધીયા: મહિલાઓએ પાલિકા માથે લીધી


SHARE







મોરબીના કેનાલ રોડની સોસાયટીઓમાં પાણીના ધાંધીયા: મહિલાઓએ પાલિકા માથે લીધી

મોરબીના કેનાલ રોડની સોસાયટીઓમાં પાણી ન આવતું હોવાથી ત્યાની મહિલાઓ દ્વારા પાલિકામાં મોરચો માંડવામાં આવ્યો હતો અને પાલિકા કચેરી બે કલાક સુધી મહિલો દ્વારા માથે લેવામાં આવી હતી ત્યાર બાદ પાલિકાના ચીફ ઓફિસરે નવી પાઇપ લાઇન ફિટ કરીને પાણીનો પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપતા મહિલાઓ શાંત પડી હત


મોરબીની સુદર્શન સોસાયટી, હરિઓમ સોસાયટી, વિજયનગર, ત્રિકોણનગર સહિતની સોસાયટીમાં છેલ્લા એક મહિનાથી પીવાનું પાણી નિયમિત રીતે આવતું નથી અને સ્થાનિક લોકોએ પાલિકામાં અનેક વખત રજુઆત કરી હતી તો પણ પાણી ન આવતા આ વિસ્તારની મહિલાપાલિકા કચેરીએ આવી હતી અને પાલિકામાં કોઈ જવાબદાર વ્યક્તિ હાજર ન હોવાથી મહિલાઓ પાલિકામાં મોરચો માંડ્યો હતો અને પાલિકા માથે લીધી હતી જો કે, બાદમાં ચીફ ઓફિસર ગિરીશ સરૈયા ત્યાં આવ્યા હતા અને મહિલાઓની રજૂઆતને સાંભળીને જણાવ્યુ હતું કે, તેઓની સોસાયટીઓમાં અગાઉ પાણી પુરવઠા  દ્વારા પાણી આપવામાં આવતું હતું જો કે, પાણી પુરવઠા વિભાગે પાલિકા કે લોકોને જાણ કર્યા વગર પાણી બંધ કરી દીધું છે માટે પાણીના ધાંધિયા છે જો કે, ટુક સમયમાં ત્યાં નવી પાણીની લાઈન પાલિકા દ્વારા ફિટ કરવામાં આવશે પછી પાણીની સમસ્યા રહેશે નહીં તેવી અધિકારીએ ખાતરી આપતા મહિલાઓ શાંત પડી હતી 






Latest News