મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી સિરામિક ઝોનના ૩૧ રસ્તા મંજૂર કરતાં સરકાર સહિતનાઓનો આભાર: સિરમિક એસો.


SHARE







મોરબી સિરામિક ઝોનના ૩૧ રસ્તા મંજૂર કરતાં સરકાર સહિતનાઓનો આભાર: સિરમિક એસો.

મોરબી સિરામિક ઝોનના રસ્તા બનાવવા માટેની માંગણી સિરામિક એસો. દ્વારા વર્ષ ૨૦૨૧ માં કરવાં આવી હતી અને તેના માટે પ્રથમ ફેઝમાં ૩૧ રોડ મંજૂર કરીને ૩૭૬ કરોડના ખર્ચે રોડ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સરકાર, સાંસદો, ધારાસભ્યઓ, માજી મંત્રી સહિતનાઓનો મોરબી સિરમિક એસો.આભાર વ્યક્ત કરેલ છે

મોરબી સીરામીક ઉઘોગ વિશ્વભરમા ટાઈલ્સ સપ્લાય કરતો ઉઘોગ છે સીરામીક ઉઘોગ થકી આજે મોરબીનુ નામ વિશ્વમાં જાણીતુ બની ગયુ છે પરંતુ આ ઉઘોગના આંતરીક રોડ રસ્તાની હાલત અતિ ખરાબ હાલત છે અને રોજબરોજ ૮૦૦૦ થી ૧૦૦૦૦ ટ્રકોનુ પરિવહન થતુ હોય ટ્રાફીક સમસ્યા ખુબ જ રહેતી હોય છે અને ખરાબ રોડ રસ્તાને લીઘે ભારતભરમા સપ્લાય કરવામા આવતી ટાઈલ્સમા બ્રેકેઝની સમસ્યા આવતી હોય છે, જેમા ઉઘોગકારોને નુક્શાની ભોગવવી પડતી હતી અને ફોરેનના બાયસઁ મોરબી એકવાર વિઝીટ કર્યા પછી ખરાબ રોડ રસ્તાના કારણે ફરીથી મોરબી આવવાનુ ટાળતા હોય છે આવી પરિસ્થિતીમા સીરામીક ઉઘોગમા ઈન્ફ્રાસ્ટક્ચર ડેવલોપ કરવા માટે મોરબી સીરામીક એસો. દ્વારા વર્ષ ૨૦૨૧ મા સરકારમા માંગણી કરવામા આવેલ હતી અને સરકાર દ્વારા મોરબી સીરામીક ઉઘોગના ઈન્ફ્રાસ્ટક્ચરના સર્વે માટે જીઆઈડીસીને કામગીરી સોંપવામા આવેલ, જેથી જુન- જુલાઈ ૨૦૨૧ મા ઈન્ટરનલ તમામ રોડનો સર્વે કરવામા આવેલ છે જેમા કુલ ૧૭૦ કિમીના રોડ નવા બનાવવા માટે રિપોર્ટ તૈયાર થયેલ જે સરકારમા રજુ કરવામાં આવેલ છે અને તે પૈકી પ્રથમ ફેઝમા ૩૧ રોડ માટે રૂ ૩૭૬ કરોડ રાજ્ય સરકાર દ્વારા મંજુર કરવામા આવ્યા છે તે બદલ મોરબી સીરામીક મેન્યુ એસો. દ્વ્રાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મંત્રી બળવંતસિંહ રાજપુત, મંત્રી હર્ષભાઈ સંઘવી, સાસંદ મોહનભાઈ કુંડારીયા અને સાસંદ વિનોદભાઈ ચાવડા, ઘારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા અને જીતુભાઈ સોમાણી તેમજ પૂર્વ મંત્રી બ્રીજેશભાઈ મેરજાનો આભાર વ્યક્ત કરેલ છે






Latest News