મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ચાલો માતૃભૂમિનું ઋણ ચુકવીએ માટીને નમન અને વીરોને વંદન કરીએ કાર્યક્રમ યોજાશે


SHARE







મોરબી જિલ્લામાં ચાલો માતૃભૂમિનું ઋણ ચુકવીએ માટીને નમન અને વીરોને વંદન કરીએ કાર્યક્રમ યોજાશે

સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મારી માટી મારો દેશકાર્યક્રમનું આયોજન આગામી તા.૯થી ૩૦ ઓગસ્ટ-૨૦૨૩ સુધી કરવામાં આવ્યું છે. જે અન્વયે સાંસદ મોહનભાઈ કુંડારિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લામાં કરવામાં આવેલા આયોજન બાબતે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં સાંસદ મોહનભાઈ કુંડારિયાએ મારી માટી મારો દેશકાર્યક્રમ અંતર્ગત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો કર્યા હતા. મોરબી જિલ્લા પ્રભારી સચિવ મનિષા ચંદ્રાએ વર્ચ્યુઅલી જોડાઈને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત સાંસદ સાથે મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ જિલ્લામાં તમામ સ્થળોએ દેશ ભક્તિનું વાતાવરણ ઉભું થાય તે પ્રકારનું વાતાવરણ ઉભું થાય, ગ્રામ્ય કક્ષાએથી માટીના કળશ બ્લોક કક્ષાએ આવે ત્યારે બાઈક, કાર તેમજ સાઉન્ડ સિસ્ટમ સાથે રેલીનું આયોજન કરવામાં આવે વગેરે સુચનો કર્યા હતા.

મારી માટી મારો દેશકાર્યક્રમ થકી માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ વીરો વંદના કરી તેમના પરિવારોનું સન્માન કરવા લોકોને પ્રોત્સાહિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આપણી ભાવિ પેઢી પણ આઝાદીમાં અમૂલ્ય ત્યાગ કરનાર વીરો વિશે જાણી માતૃભૂમિનું ઋણ સમજે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં મારી માટી- મારો દેશકાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લામાં કરવામાં આવેલા આયોજન અંગે પાવર પોઈન્ટ પ્રેસેન્ટેશનની મદદથી વિગતો આપવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, કલેકટર જી.ટી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, એસપી રાહુલ ત્રિપાઠી સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News