મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન


SHARE







મોરબી રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓને સન્માનીત કરવા માટે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. અને આગમી તા ૧૪ સપ્ટેમ્બર સુધીમાં ફોર્મ ભરીને જમા કરાવવા આયોજકોએ જણાવ્યુ છે

મોરબીમાં દર વર્ષે રઘુવંશી યુવક મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા ૨૪ સપ્ટેમ્બરના રોજ લોહાણા જ્ઞાતિના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા લોહાણા વિદ્યાર્થી ભવન મોરબી ખાતે સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધો.૯ થી ઉપરના વિદ્યાર્થીઓને શિલ્ડ તથા સર્ટિફિકેટ અને ઈનામો આપીને સન્માનીત કરવામાં આવશે તારે સંસ્થાના પ્રમુખ સંદિપભાઈ ખગ્રામે જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓને તા ૧૪ સપ્ટેમ્બર સુધીમાં તેના ફોર્મ ભરી આપવાના છે અને તે ફોર્મ મનોજ ઝેરોક્ષ કુબેરનાથ મંદિરવાળી શેરી, દરિયાલાલ આલુ ભંડાર નવા ડેલા રોડ, કેવીન ગેસ સેલ્સ એન્ડ સર્વિસ નવા બસ સ્ટેન્ડની સામે આપવાના છે અને વધુ માહિતી માટે સંસ્થાના પ્રમુખ તેમજ પ્રોજેક્ટ ચેરમેન હાર્દિકભાઈ કાથરાણીનો સંપર્ક કરવા યાદીમાં જણાવ્યુ છે






Latest News