મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા
Breaking news
Morbi Today

ગોલમાલને લાગશે રોક: મોરબીના ડીડીઓએ પવનચક્કીની મંજૂરી માટે મહત્વનો પરીપત્ર બહાર પડ્યો


SHARE







ગોલમાલને લાગશે રોક: મોરબીના ડીડીઓએ પવનચક્કીની મંજૂરી માટે મહત્વનો પરીપત્ર બહાર પડ્યો

મોરબી જીલ્લામાં પવનચક્કી માટે ગામ પંચાયતે ઠરાવ આપતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબતોને લઈને ડીડીઓ દ્વારા પરીપત્ર કરવામાં આવ્યો છે અને જેનાથી ભવિષ્યમાં થનાર પશ્ર્નો ટાળી શકાશે. આ ઉપરાંત ગામ સભામાં વંચાણે લેતા રહિશો પણ પોતાનો મત રજુ કરી શકશે

સરકારના ઠરાવ ક્રમાંક/જમન/૩૯૦૩/યુઓઆર/૨૯/અ હેઠળ વિન્ડ ફાર્મ માટે સરકારી જમીન ભાડા પેટે આપવા બાબતે મોરબીના ડીડીઓ ડી.ડી. જાડેજા દ્વારા તમામ સરપંચો અને તલાટી કમ મંત્રી માટે પરીપત્ર બહાર પાડીને તેની અમલવારી કરવા માટે જણાવવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે, વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ વખતે ૧૧૦૦ મેગાવોટ ઉર્જાના વિન્ડ ફાર્મ ઉભા કરવા એમઓયુ કરવામાં આવ્યા છે.  ત્યારે બિનખેતી હેતુથી વાણિજ્ય રહેઠાણ અને ઔધોગિક ભાડા પટે આપવાની નિતી અમલમાં છે. જે અંતર્ગત ગામ પંચાયત વિન્ડ ફાર્મ બનાવવા માટે ભલામણનો ઠરાવ કરતી વખતે રાઈટ ઓફ વે રસ્તાની વિગતો તપાસણી કરેમંજુર પ્લાન ચકાસણી કરી વિજલાઈનનો રસ્તો આવા જવા માટે ગૌચરનો ઉપયોગ ન થતો હોયએ સુનિશ્ચિત કરેકામ ચાલુ થતા પહેલા સક્ષમ અધિકારીની પરવાનગી હુકમસવાલ વાળી જમીનની માપણી શીટ કબજો સોપ્યાનુ પ્રમાણપત્ર રાખવુંભવિષ્યમાં આવી પવનચક્કી થકી સરકારની વિવિધ યોજનાઓમા નડતર ન બને એ જોવુ, જુના ગાડા માર્ગ કે ગામના રસ્તાને અડચણો ન પહોચે એ જોવું અને સૌથી અગત્યની વાત એ છે કે પવનચક્કીની ગામ પંચાયત ઠરાવ દ્વારા પરવાનગી આપે એને ગામસભામાં વંચાણે લેવા અંતમા તાકિદ કરી છે. હાલમાં આ પરીપત્રની અમલવારી કરવા માટે ડીડીઓ દ્વારા તમામ ગ્રામ પંચાયતોને જાણ કરવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવનચક્કી બાબતે અનેક રજૂઆતો કલેકટર કચેરીમાં કરવામા આવી છે આ ઉપરાંત પંચાયતને કે સભ્યોને અંધારામાં રાખીને અથવા તો મોટી રકમનો વહેવાર કરી ઠરાવ કર્યો હોવાનું ખુલેઆમ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ પરીપત્ર થકી સરપંચ અને તલાટી કમ મંત્રી અને ગામજનો પણ પુરતા કાગળો માંગી પછી જ મજુરી આપશે.






Latest News