માળીયા (મી)ના અંજીયાસર પાસેથી પાવર ગ્રીડ કંપનીના 13.50 લાખના વાયરની ચોરીન ગુનામાં બે આરોપી ઝડપાયા: 17.50 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખાખરાળા નજીક પગપાળા જતા બે વૃદ્ધોને કાર ચાલકે હડફેટ લેતા ઇજાગ્રસ્તો સારવારમાં મોરબીમાં કારખાને જવાનું કહીને નીકળેલ યુવાન ૧૦ દિવસથી ગુમ મોરબીના વઘાસીયા ટોલનાકા પાસે બાઈક ચાલકને અજાણ્યા કાર ચાલકે હડફેટ લેતા માથામાં ઇજા મોરબી : વાંકાનેરના દિધલીયા ગામે ભત્રીજા સાથે ઝઘડો કરતાં ઈસમને સમજાવવા જતાં છરી વડે હુમલો મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામે જાહેરમાં જુગાર રમતા સાત શખ્સો ૧૫,૫૦૦ ની રોકડ સાથે પકડાયા


SHARE











મોરબીના મકનસર ગામે જાહેરમાં જુગાર રમતા સાત શખ્સો ૧૫,૫૦૦ ની રોકડ સાથે પકડાયા

મોરબીના મકનસર ગામે શેરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી સાત શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસ તેની પાસેથી ૧૫,૫૦૦ ની રોકડ કબજે કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી તાલુકાના મકનસર ગામ પાસે શેરીમાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હતા જેમાં રાહુલભાઈ હકાભાઇ બાબરીયા, હરેશભાઈ મનુભાઈ બાબરીયા, વિશાલભાઈ ટીકુભાઇ દેગામા, વિવેકભાઈ દુવરાજભાઈ બાબરીયા, દેવજીભાઈ ભાણજીભાઈ થરેસા, કિશોરભાઈ વેલજીભાઈ સારલા અને અજીતભાઈ બચુભાઈ બાબરીયા રહે. બધા મકનસર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૫,૫૦૦ ની રોકડ કબજે કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બાઇક સ્લીપ

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રહેતા શૈલેષભાઈ કાનજીભાઈ સરસાવડીયા (૩૬) મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ ક્રાંતિ જ્યોતિ એપાર્ટમેન્ટ નજીકથી પોતાનું બાઈક લઈને પસાર થઇ રહ્યા હતા ત્યારે તેનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ ગયું હતું જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબી શહેરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શિવમ પાર્ક સોસાયટીમાં રહેતા વસંતભાઈ કાળાભાઈ મકવાણા (૬૬) નામના વૃદ્ધને તેના ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ મારામારીના આ બનાવાની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ વાલભા ચાવડા ચલાવી રહ્યા છે




Latest News