મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા
Breaking news
Morbi Today

ટંકારાના કલ્યાણપર પાસે અકસ્માત સર્જીને બાઇક ચાલકનું મોત નિપજાવનાર ટ્રક ચાલકે સામે ગુનો નોંધાયો


SHARE







ટંકારાના કલ્યાણપર પાસે અકસ્માત સર્જીને બાઇક ચાલકનું મોત નિપજાવનાર ટ્રક ચાલકે સામે ગુનો નોંધાયો

ટંકારા તાલુકાના કલ્યાણપર ગામના પાટીયા પાસેથી બાઈક લઈને આધેડ પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે બેફિકરેથી પોતાનો ટ્રક ચલાવીને વાહનને બ્રેક લગાવી તેમ છતાં પણ બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને આધેડને ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબી સુધી લઈને આવ્યા હતા જોકે સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત આધેડનું મોત નીપજયું હતી જેથી કરીને મૃતકના ભત્રીજાએ હાલમાં ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે રહેતા ધનજીભાઈ વશરામભાઈ દેસાઈ (૫૦) નામના આધેડ પોતાનું બાઈક લઈને ટંકારા તાલુકાના કલ્યાણપર ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા વાહન અકસ્માતના બનાવમાં તેને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું આ બનાવમાં હાલમાં મૃતકના ભત્રીજા ભરતભાઇ કાનજીભાઇ દેસાઇ જાતે પટેલ (૩૪) રહે. ઓટાળા વાળાએ ટ્રક નંબર જીજે ૧૮ યુ ૭૩૮૯ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેતેના કાકા રોડ સાઈડમાં હતા દરમ્યાન ટ્રક ચાલકે બેફિકરાયથી પોતાનો ટ્રક ચલાવ્યો હતો અને પોતાના વાહનને બ્રેક લગાવી તેમ છતાં પણ તેને બાઈકને હડફેટે લીધું હતું જેથી ધનજીભાઈ દેસાઈને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું હાલમાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News