મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં જુગારની જુદીજુદી ત્રણ રેડ: ૧૪ જુગારી ૧.૦૨ લાખની રોકડ સાથે પકડાયા


SHARE







મોરબી શહેર-તાલુકામાં જુગારની જુદીજુદી ત્રણ રેડ: ૧૪ જુગારી ૧.૦૨ લાખની રોકડ સાથે પકડાયા

મોરબી તાલુકા પીપળી ગામે સ્મશાન પાછળ અને નવા જાંબુડિયા ગામે જાહેરમાં જુગારની જુદીજુદી બે રેડ કરવામાં આવી હતી તેમજ મોરબીના જુના ઘૂટું રોડ ઉપર જુગારની રેડ કરી હતી આમ કુલ મળીને જુગારની ત્રણ રેડ કરવામાં આવી હતી જેમાં ૧૪ જુગારીઓની ધરપકડ કરેલ છે અને તેની પાસે કુલ મળીને ૧,૦૨,૮૫૦ ની રોકડ કબજે કરવામાં આવેલ છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુદાજુદા ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી તાલુકાના નવી પીપળી ગામે સ્મશાનની પાછળના ભાગમાં સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં જુગાર રમતા બકુલભાઈ હીરાભાઈ જેઠલોજા (૩૮) રહે. નવી પીપળી, પરેશભાઇ પ્રભુભાઇ ઘોડાસરા (૩૨) રહે. આલાપ રોડ ખોડીયાર સોસાયટી મોરબી, પ્રેમલભાઇ કરશનભાઇ મકવાણા (૩૫) રહે. જેપુર, સુરેશભાઇ નાગજીભાઇ સનારીયા (૪૫) રહે. જનકપુરી સોસાયટી ઘુંટુ અને ધર્મેન્દ્રભાઇ ત્રિભુવનભાઇ ભોરણીયા (૪૦) રહે. ઘુંટુ વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૬૭૧૦૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના નવા જાંબુડીયા ગામ પાસે આવેલ ઇગલ સેનેટરીવેર કારખાના પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા હોવાની હકકીત મળી હતી જેના આધારે તાલુકા પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પાંચ ઇસમોને જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ઘનશ્યામભાઇ કાળુભાઇ દેગામા (૪૦), વિશાલ રમેશભાઇ ઉડેચા (૨૨), રૂપેશભાઇ પ્રભાશંકર વ્યાસ (૪૦) અને આશિષ દિનેશભાઇ સારલા (૨૪) રહે. ચારેય નવા જાંબુડીયા તેમજ વાસુદેવ સિંધાભાઇ સરાવાડીયા (૨૨) રહે. રફાળેશ્વર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને તેની પાસેથી રોકડા ૨૪,૫૦૦ કબજે કરીને તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના જુના ઘૂટું રોડ ઉપર શ્રીનાથજી કાંટાની સામે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી અને ત્યારે સવજીભાઈ જીવાભાઇ ચારોલા (૬૫), ગુણવંતભાઈ નારણભાઈ પટેલ (૫૬), કેતનભાઇ નરભેરામભાઈ પનારા (૩૩) અને જલ્પેશભાઈ વિનોદભાઈ ઘોડાસરા (૨૭) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૧૨૫૦ ની રોકડ કબજે કરી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News