મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરે ઝગડો થતા નીકળી ગયેલ મહિલાને ૧૮૧ ની ટીમે સમજાવીને પરત ઘરે પહોંચાડી


SHARE







મોરબીમાં ઘરે ઝગડો થતા નીકળી ગયેલ મહિલાને ૧૮૧ ની ટીમે સમજાવીને પરત ઘરે પહોંચાડી

મહિલાઓની મદદ માટે સતત રાત-દિવસ કાર્યરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન સેવા ખરેખર બહેનો માટે આશીર્વાદરૂપ રહી છે.ત્યારે મોરબી ૧૮૧ અભયમની ટીમને કોલ દ્વારા માહિતી મળી હતી કે એક મહિલા ઘરેથી નીકળી ગયા છે તેઓ ખૂબ જ ચિંતામાં છે અને ખૂબ જ રડે છે તેમજ પીડિતા બહેન વારંવાર એક જ શબ્દ બોલતા હતા કે મારે મરી જવું છે જેથી ૧૮૧ અભયમના કાઉન્સેલર જાગૃતિ ભુવા, મહિલા કોન્સ્ટેબલ જ્યોત્સનાબેન પરમાર તેમજ પાયલોટ રાજભાઈ ઘટના સ્થળે અજાણ્યા બહેનની મદદ માટે પહોંચ્યા હતા.

૧૮૧ ની ટીમે પીડિતાને સમજાવ્યાં અને તેમનું કાઉન્સિલીગ કયું બહેન સાથે ૧૮૧ અભયમ ટીમે વાતચીત કરી વાતચીત કરતા જણાવ્યું હતું કે પીડિતા બહેનના આજથી પંદર વર્ષ પહેલાં તેમના લગ્ન થયા છે મહિલા તેમના પતિ બે બાળકો અને તેમના સાસુ સહિતના પરિવાર સાથે રહે છે.તેમના પતિને કેફી દ્રવ્યનું સેવન કરવાની આદત હોય અને બહેન સાથે મારઝુડ કરતા હોય તેમજ નાની-નાની વાતે ઘરમાં રોજ બહેનને માનસિક ત્રાસ આપતા હોય તેમજ અપશબ્દો બોલતા હોય તેથી પીડિતા બહેન કંટાળીને ઘર છોડીને કોઈને પણ જાણ કર્યા વિના ઘરની બહાર નીકળી ગયા હતાં પીડિતા બહેનને આશ્વાશન આપી  તેમજ બહેનને કુશળ કાઉન્સિલિંગ દ્વારા આપઘાત કરવાના વિચારમાંથી મુક્ત કર્યા તેમજ પીડિતાએ ઘરે જવાની તૈયારી દર્શાવતા પીડિતા પાસેથી તેમના પતિનો ફોન નંબર મેળવી તેમના પતિ સાથે મોબાઈલ દ્વારા વાતચીત કરી તેમના ઘરનું સરનામું જાણી ૧૮૧ અભયમ ટીમે પિડીતાની સાથે તેમના પતિને મળી ઘટનાની તમામ માહિતી આપી હતી.ત્યારબાદ અભયમની ટીમે પતિનું કાઉન્સિલીગ કરતા જણાવ્યું હતું કે મારઝુડ કરવી તે ગુનો છે સહિતની કાયદાકીય માહિતી આપી હતી. આમ અભયમ ટીમ દ્વારા તેના પતિને સલાહ સુચન અને માર્ગદર્શન આપી તેમના વચ્ચે સુખદ સમાધાન કરાવ્યું હતું અને પિડિતા મહિલાને સલામત તેમના પતિને સોંપવા બદલ પરીવારે ૧૮૧ ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.






Latest News