મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા ગામે કોઈ કારણોસર એસિડ પી ગયેલ યુવાનનું સારવારમાં મોત


SHARE







મોરબીના આંદરણા ગામે કોઈ કારણોસર એસિડ પી ગયેલ યુવાનનું સારવારમાં મોત

મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતો અને મજૂરી કામ કરતો યુવાન ગઈકાલે બપોરના દોઢેક વાગ્યાના અરસામાં તેના ઘરે કોઈ કારણોસર એસીડ પી ગયો હતો જેથી તેને અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને અહીંથી તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.હાલ બનાવ અંગે તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને બનાવના કારણની દિશામાં આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

હાલમાં મોરબી તાલુકાના આંદરણા ગામે કાકાના ઘરે રહેતો અને સિરામિકમાં મજૂરી કામકાજ કરતો મૂળ વાંકાનેરનો નરેશભાઇ મનજીભાઈ સોલંકી નામનો ૨૮ વર્ષનો યુવાન તા.૧૨-૭ ના રોજ બપોરના દોઢક વાગ્યાના અરસામાં તેના કાકાના ઘરે આંદરણા ગામે કોઈ કારણોસર એસિડ પી ગયો હતો.જેથી તેને સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને અહીં તેની પ્રાથમિક સારવાર કર્યા બાદ હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે તેને રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં ટૂંકી સારવાર દરમિયાન નરેશ સોલંકીનું મોત નીપજ્યું હતું અને બનાવ સંદર્ભે જાણ થતા હાલ તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા બનાવના કારણ સંદર્ભે આગળ તપાસ કરવામાં આવી રહી છે જો કે, સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૃતક નરેશના લગ્ન ત્રણેક મહિના પહેલા જ થયા છે અને તે એકનો એક દીકરો હતો આ બનાવને પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો હતો

મારા મારીમાં ઇજા
વાંકાનેરના નવાપરામાં રહેતા મનજીત રમેશભાઈ ઝીલીયા નામના યુવાનને નવાપરમાં આવેલ જીઆઇડીસી પાસે થયેલ મારામારીના બનાવવામાં ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવવાની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફૂલતરિયા દ્વારા કરવામાં આવી હતી

બાઇક સ્લીપ
મોરબીના સનાળા રોડ ઉપર આવેલ જીઆઇડીસીમાં સંસ્કાર બ્લડ બેન્ક પાસેથી બાઈક લઈને પંકજભાઈ રતનલાલ (૨૩) નામનો યુવાન પસાર થતો હતો ત્યારે કોઈ કારણોસર તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઈજા થવાથી પંકજભાઈને સારવાર માટે સાગર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ વી.કે. પટેલ કરી રહ્યા છે






Latest News