મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં ઊંચાઈએથી નીચે પડી જતા અઢી વર્ષના બાળકનું મોત


SHARE











મોરબીમાં ઊંચાઈએથી નીચે પડી જતા અઢી વર્ષના બાળકનું મોત

મોરબી તાલુકાના બેલા ગામ પાસે આવેલ સીરામીક યુનિટના લેબર ક્વાર્ટરમાં બાળક રમતા રમતા પગથિયેથી નીચે પડી ગયુ હતું જેથી કરીને તેને ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને પીએમ માટે તેના ડેડબોડીને મોરબીની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવતા હાલ તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના બેલા ગામે આવેલ વેલોક્ષ સીરામીક સોમનાથ પેટ્રોલિયમ પાછળના ભાગે આવેલ લેબર ક્વાર્ટરમાં રહેતા આદિવાસી મજૂર પરિવારનો અંકિત દિપકભાઈ વાસ્કેલ જાતે આદિવાસી નામનો અઢી વર્ષનો બાળક લેબર કવાટરના પગથિયા ઉપરથી નીચે પડી ગયો હતો જેથી તેને શરીર અને માથાના ભાગે થયેલ ગંભીર ઇજાના પગલે તેનું ઘટના સ્થળે મોત નિપજયુ હતું અને તેના ડેડબોડીને મોરબીની સિવિલ હોસ્પિટલે પીએમ માટે લાવવામાં આવ્યુ હતુ.હાલ બનાવને પગલે હોસ્પિટલ સુત્રો તરફથી જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

મહિલા સારવારમાં

મોરબીના મચ્છુનગર વિસ્તારમાં રહેતા ગીતાબેન જીગ્નેશભાઈ ચૌહાણ નામના ૪૦ વર્ષીય મહિલા મોરબીના નગર દરવાજા પાસે કોઈ કારણોસર મચ્છર મારવાનું લિક્વિડ (ગુડ નાઈટ) પી જતા તેઓને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલ દ્વારા તેઓની સારવાર કર્યા બાદ સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા બનાવ સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.જ્યારે મોરબીના દરબારગઢ પાસે આવેલ નાની માધાણી શેરીમાં રહેતા હસમુખભાઈ હેમરાજભાઈ સુરેલીયા નામના ૬૭ વર્ષીય વૃદ્ધને વાંકાનેર દરવાજા પાસેથી બાઈક લઈને જતા સમયે ત્યાં તેઓનું બાઇક સ્લીપ થઈ જતા સર્જાયેલ અકસ્માત બનાવમાં ઇજા થતા તેઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જેથી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડા દ્વારા નોંધ કરી આ અંગે આગળ તપાસ ચલાવવામાં આવી રહી છે.

બાળક રાજકોટ ખસેડાયો

મોરબીના વાંકાનેર તાલુકાના ઢુવા ગામે ઓવરબ્રિજ નજીક એડોર સિરામિકમાં રહેતા પરિવારનો કિશન જગદીશભાઈ શિંગાળ નામનો સાત વર્ષનો બાળક કારખાનાના લેબર ક્વાર્ટરમાં બીજા માળેથી નીચે પડી જતા ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો અને અહીં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે હાલ રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.






Latest News